________________
૧૨૯ અમજા.
સરદારની છાવણથી ૪ ગાઉ થાય છે, ત્યાં અમીજરા પાર્શ્વનાથનું દેરાસર છે. ૧૩૦ ગોડીજી (મેરવાડા).
થરપારકર દેશમાં ( કચ્છની આસપાસને મુલક ) મેઘાશાહે આ પ્રતિમા પાટણથી લાવી ત્યાં નવીન નગર વસાવી પધરાવી હતી. પ્રથમ અહીંયાં ગેડીપુર ગામ હતું,
ત્યાં નવીન ગામ તેમણે વસાવ્યું હતું, ત્યાં આગળ ભગવાન કેટલાક કાળ પૂજાયા પછી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. કાળે કરીને મેરવાડામાં તે પ્રગટ થયા. અહીંયાં મેરવાડામાં
ડીજીની વરખડી કહેવાય છે, ગોડીજીના નામથી મેરવાડા પણ પ્રખ્યાત થયું છે. ૧૩૧ મુહરી (ટેટાઈ).
એ પ્રાચીન પાર્શ્વનાથનું ૧૦૮ તીર્થસ્થળોમાંનું અપૂર્વ તીર્થસ્થળ છે. શ્રીમદ્ ૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર કરેલા જગચિંતામણી ચૈત્યવંદનમાં મુહરી પાર્શ્વનાથની સ્તુતિ કરેલી છે, તે પ્રતિમાહાલ ટે ટેઈ ગામમાં છે. ટેટેઈ ગામ ડુંગરપુર પાસે આવેલું છે. ઈડરથી કેશરીયાજી જતાં માર્ગમાં ડુંગરપુર આવે છે. વિશેષ હકીકત માટે જુઓ મુહરી પાર્શ્વનાથ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com