________________
ત્રણ હજાર શ્રાવકોનાં ઘર છતાં ગોચરી મલી નહીં પછી વિનયવંત એ તે ચેલે જંગલમાંથી કાણની ભારી લાવી તેના પૈસાથી ખાવાનું મંગાવી ગુરૂને આપવા લાગ્યું એમ કરતાં કેટલાક દિવસે વહી ગયા. તેવારે શિષ્યના મસ્તકે ટાલ પડેલી જોઈ ગુરૂએ તેનું સ્વરૂપ જાયું, જેથી રૂની પુણને સર્પ બનાવી ધર્મને ઉદ્યોત કરવા સારૂ તેને સુચના કરી, પછી તે સાપ રાજાના કુમારને ડસ્પે, તેના ઝેરની અસરથી કુમાર મૂછિત થયે, વિષ ઉતારવાના અનેક ઉપાય કર્યા પણ વ્યર્થ ગયા. પછી તેને બાળવા લઈ ગયા, તેવારે ચેલાએ ઠાકરને કહ્યું કે અમારા ગુરૂ મહા સમર્થ છે તે એનું વિષ ઉતારશે, પછી રાજા વગેરે કુમારને ગુરૂ પાસે લાવી ગુરૂને વિનંતિ કરવા લાગ્યા. જેથી ગુરૂએ કુમારનું વિષ ઉતાર્યું. એટલે રાજા વગેરે સર્વ કોઈ પ્રસન્ન થયા. ગુરૂ મહારાજે તેમને ઉપદેશ આપી જેન બનાવ્યા. જેથી રાજા તેમજ રૈયત પ્રતિબંધ પામી જૈન થઈને શ્રાવકેનાં વ્રત પાળવા લાગી. પછી કાળે કરીને ધૂળને વરસાદ થવાથી તે નગર દટાઈ ગયું. ત્યાં હાલ ધુળના ઢગલા દેખાય છે, તીવરીમાં જુનાં દેરાસરો છે. ત્યાં પ્રથમ પાર્શ્વનાથનું પણ દેરાસર હતું. પાર્શ્વનાથનાં ૧૦૮ નામમાં આ પણ આવતું હોવાથી જાત્રાનું ઠેકાણું મનાય છે. એક દેરાસરજીનાં દશથી પંદર પગથીયાં ધુળથી જમીનમાં દટાઈ ગયાં છે. ત્યાંથી બે કાઉસગ્ગીયા જમીનમાંથી નીકળ્યા છે. બે દેરાસર છે, અને ત્રીજું દેરાસર જમીન ખોદતાં જુનું નીકળેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com