________________
પાર્શ્વનાથજીના સંતાનમાં છઠ્ઠી પાટે થયા છે. તે બાવનમેં વર્ષે ઓશીયા નગરીમાં આવ્યા છે. તેમણે રજપુતને જૈન બનાવી એશવાલ વંશની સ્થાપના કરી છે, અને શ્રીમાલ નગરમાં શ્રીમાલીની સ્થાપના કરી છે.
૯૫ નબાજ
મારવાડમાં જોધપુર રાજ્યમાં આવેલું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ નામના જાત્રાનાં સ્થાનમાં નીંબાજ પણ એક છે. અહીંયાં પણ પાર્શ્વનાથનું દેરાસર છે.
૯૬ કોટડા.
એરણપુરથી આઠ ગાઉ આશરે છે. અહીં દેરાસર મોટું અને નવીન છે. તેમાં પ્રતિમાઓ ઘણું ભવ્ય, વિશાળ અને જાત્રા કરવા લાયક છે. અહીંથી જ કોટી ગચ્છની શાખા ક૯પસૂત્રમાં કહેલી છે, તે નીકળ્યા પહેલાં આ નગરીને કનકાવતી નગરી કહેતા હતા. આની જેલમાં ધોલાગીરી નામે આરસને પહાડ છે. તે પહાડની પાસે બીજું દેરાસર છે.
૯૭ વાંકલી.
એરણપુર નજીક પાશ્વનાથજીનું દેરાસર સંવત ૧૩૬૩ માં બંધાવેલું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકોમાંનું
એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com