________________
૮૭ સોજત,
પાલીથી ૧૦ ગાઉ છે દેરાસર ૮ છે. જે રીમોરા રત્નની પ્રતિમા ૧ ફુટ ઉંચી છે. બેડી પાર્શ્વનાથનું દેરાસર ઘણું જુનું જાત્રા કરવા લાયક છે. મહાવીર સ્વામીનું દેરાસર પણ સારું છે. પાર્શ્વનાથના ૧૦૮ તીર્થ સ્થાનકમાં સેજત પણ બતાવલું છે. ૮૮ મારવાડ,
અહીંથી ગાઉ એક વઢેરા ગામ છે. જ્યાં પગ રસ્તે જવાય છે, ધર્મશાલા છે, ભગવાનનું મંદીર છે, અહીંયાંથી રિલવે જોધપુર થઈને વાંકાનેર ગઈ છે. તેમાં બેસીપાલી જવું. ૮૯ પામેરા,
પાર્શ્વનાથજીનું દેરાસર એક ઘણું જુનું પુરાણું છે. ૯૦ પાલી,
શહેરમાં અને શહેર બહાર પહાડ ઉપર પણ દેરાસરજી છે. મારવાડમાં પાલી શહેર જાત્રા કરવા લાયક તીર્થસ્થળ છે. ધર્મશાળા પણ અહીયાં છે. નવલખા પાર્શ્વનાથનું દેરાસર છે તે માટે જુઓ નવલખા પાર્શ્વનાથ. ૯૧ દાંતરાઈ.
શામલીયા પાર્શ્વનાથજીનું દેરાસર સંવત ૧૭૦૨ માં બંધાવેલું છે, ધર્મશાલા એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com