________________
છે, આ દેરાસર મહાવીર સ્વામીજીના વડીલભાઈ નંદીવર્ધન રાજાએ બંધાવેલું છે. જીવીત સ્વામીની પ્રતિમા પધરાવેલી છે.
૮૪ બહેડા.
દેરાસરજી એક છે. જાત્રા કરવા લાયક બાવન જીનાલયનું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ જાવાના સ્થાનકોમાંનું એક છે. અહીં અમીપરા પાર્શ્વનાથનું દેરાસર છે. પાર્શ્વનાથનું દેરાસર સંવત ૧૪૩૦ માં શિખરબંધી હતું. રગનાથપુરા સ્ટેશનથી ત્રણ માઈલ છે.
૮૫ લટાણા.
અહીં લટાણુ પાર્શ્વનાથજીનું દેરાસર છે. મંદિર જંગલમાં આવેલું છે. પ્રતિમાજી સાત છે. સ્થળ તીર્થમય છે. પાર્શ્વનાથનાં ૧૦૮ની નામાવલીમાં લટાણુજી પણ એક છે.
૮૬ નાદીયા.
દેરાસરજી બે છે. કુલનાયકજી શ્રી મહાવીર સ્વામી એક દેરાસરજીમાં છે. તે દેરાસર તેમના ભાઈ નંદીવર્ધન રાજાનું બંધાવેલું છે. જે ઠેકાણે ભગવાનને ચંડકેશી નાગ ડ છે, તે જ ઠેકાણે બંધાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com