________________
હર
૯૨ જોધપુર.
મારવાડ દેશની રાજ્યધાનીનું મુખ્ય શહેર છે. અહીંયાં પણ ઘણાં સમર્થ રાજા થઈ ગયા છે. શહેર સુંદર અને જોવાલાયક છે. અહીયાં આપણાં શ્વેતાંખરી આઠ દેરાસરા જાત્રા કરવા લાયક છે.
૯૩ પુકરજી.
અહીયાં ચંદ્રપ્રદ્યોતન રાજાના વખતમાં માટુ' જૈન તીર્થં હતું.
૯૪ એશીયા નગરી.
જોધપુરથી ૧૬ ગાઉ એશીયા નગરી આવેલી છે. જ્યાં ધર્મશાળા તથા ભગવાનનું પ્રાચિન મંદિર છે. અહીયાં આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીએ રાજા તથા પ્રજાને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા, ને આશવાલ શ્રાવક કર્યો હતા. ત્યાં ઓશવાલ વંશની સ્થાપના કરી એશીયાદેવીને ઓશવાલ વંશની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપન કરેલી છે. મદિર ઘણું પુરાણુ છે. તેને હમણાં સુધરાવ્યું છે. શ્રી વમાન સ્વામીનું દેરાસર બે હજાર વર્ષ પહેલાંનુ છે, જીર્ણોદ્ધાર નું કામ સ ંવત ૧૯૩૬ માં મુનિમહારાજ શ્રીમાહનલાલજીના ઉપદેશથી થયું છે. અહીંયાં ક઼ાગણ સુદી ૨ ના મેળા ભરાય છે. શ્રીમદ્ રત્નપ્રભસૂરિ મહાવીરથી સીત્તેર વરસે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com