________________
વસ્તુપાલ તેજપાલે સંઘ કાઢેલે જણાય છે, તેમજ સંવત ૧૨૮૬ થી ૧૨૯૨ સુધીમાં તેમણે તીર્થ નિમિત્તે સારું ખર્ચ કરેલું છે. બન્ને ભાઈઓએ કુલ ત્રણ અબજ તેર ક્રોડ બેંતેર લાખ અઢાર હજાર ને આઠસે પુણ્ય કાર્યમાં ખર્ચા છે. તીર્થ યાત્રામાં તેમની સાથે સાત લાખ માણસ હતું.
છત્રીસ હજાર જ્ઞાન ભંડારમાં અઢાર કોડ છ– લાખ શત્રુંજય ઉપર અઢાર કોડ ત્યાસી લાખ ગીરનારજી ઉપર બાર કોડ ત્રેપન લાખ આબુજી ઉપર
બાકીના બીજાં કાર્યોમાં જેવાં કે ઔષધશાલા, ધમે શાલા, જીર્ણોદ્ધાર, પરબ વગેરે લોકીક કાર્યોમાં જગતના ઉપકારને માટે ખરચેલા છે. સંવત ૧૨૯૮ માં વસ્તુપાળ અહીયાંથી આવીને મહાવિદેહમાં ઉત્પન્ન થયા. જ્યાં સીમંધર પ્રભુ હાલ વિચરે છે, ને સંવત ૧૩૦૮ માં તેજપાળ મનુષ્ય ભવ પૂર્ણ કરી પ્રથમ દેવેલકમાં ગયા.
ભેંસાશાહ નામે મહા પ્રતાપી શ્રાવક થયા છે. તેમણે આબુજી ઉપર એક નાનું દેરાસર બંધાવેલું છે તે સિવાય બીજા પણ બે ત્રણ દેરાસર છે.
આબુ ઉપર તેજપાળ મંત્રીએ સંવત ૧૨૮૯ માં પ્રારંભ કરી ૧૨૦ ના ફાગણ માસમાં શ્રી નમીવરજીની પ્રતિષ્ઠા કરેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com