________________
ધર્મશાળા છે, કુંભારીયામાં નેમીશ્વરના દેરાસરમાં સંવત ૧૩૦૫ નો લેખ છે. કુમારપાળના પ્રધાન પુત્ર ભીમદેવે દેવલ બંધાવ્યું તેમજ પાદપરા ગામમાં ઉંદર મરી ગયે તે નિમિત્તે (તેના રૂપૈયા લેવાથી ) ઉંદર વસાઈક નામનું દેવલ કુમારપાળે બંધાવ્યું એમ પ્રબંધ ચિંતામણુમાં કહ્યું છે. કુંભારીયાજીનું બીજું નામ આરાસન છે. ગીરનારજીનો ભાવ બતાવવાને વીમલમંત્રીએ દેરાસર કરાવેલું છે. વિમલશાહ ગુર્જર પતિ ભીમ બાણાવલીના સેનાપતિ હતા. કુંભારીયાજીમાં મુખ્ય મંદિરમાં આબુજી સુધીનું બેંયરૂ છે. પણ હાલમાં બંધ છે. તે વિમલમંત્રીનું બનાવેલું સંભવે છે. તે દાંતાના રાજ્યમાં આવેલું છે. ત્યાં આરાસુરને માટે પહાડ આવેલે છે. પાંચ દેરાસરમાં નેમીનાથનું દેરાસર મુખ્ય છે. મહાવીર સ્વામીનું, ડીપાર્શ્વનાથનું, શાંતિનાથનું, સંસવનાથનું એવી રીતે પાંચ દેરાસર જીર્ણ સ્થિતિમાં છે. ખરેડી સ્ટેશનથી કુંભારીયાજી ૧૩ ગાઉ થાય છે. દાંતાના રાજ્યમાં દાંતાજ રાજ્યપાનીનું શહેર છે. હાલમાં છેલ્લો જીર્ણોદ્ધાર થયાને લેખ સંવત ૧૬૭૫ ને છે. ને વિજયદેવસૂરિના શિષ્ય પંડિત કુશલસાગરે ત્યાં પ્રતિષ્ઠાએ કરેલી છે. બીંબ સંપ્રતિના વખતનાં જણાય છે. મુખ્ય મંદિર નેમિનાથનું છે, તેમની અધિછાયિકા અંબિકાદેવીની સ્થાપના પણ ત્યાં છે. જે અંબિકા આજે હિંદુઓનું મોટું તીર્થ મનાય છે. અને પૂજાય છે. તે નેમનાથની અધિષ્ઠાયિકા અંબિકા દેવી હોય તેમ જણાય છે. પણ આજે તે હિંદુઓના તાબામાં છે. ત્યાં અંબિકા નદી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com