________________
તેમજ કુંભારીયાજી નજીક આરસની મોટી ખાણ છે. નજીક (ગમ્બર) “કેટેશ્વર” “સરસ્વતીનું મંદિર” વગેરે પણ ત્યાં છે.
૬૬ સાદરી.
રાણ સ્ટેશનથી જવાય છે. દેરાસર એક મોટું છે, જતીના ઉપાશ્રયમાં એકદેરી છે. દરવાજા બહાર એક ધર્મશાળા તથા દેરાસર અને રાણકપુરજીને રસ્તે શ્રી રૂષભદેવ સ્વામીનું દેરાસર છે, ઉપાશ્રયની તેમજ ધર્મશાળાની સગવડ સારી છે. સાદરીમાં ચિંતામણિ પાર્શ્વનાથજીનું દેરાસર બાવન જનાલયનું છે. ઘણું પ્રતિમાઓવાળું તે છે, શિખરબંધ છે. રાણકપુરનું કારખાનું અહીં સાદરીમાં છે.
૬૭ રાણકપુર.
સાદરીથી ત્રણ ગાઉ થાય છે, ફાલના સ્ટેશનથી પણ જવાય છે. ત્યાં ધન્ના પોરવાડે દેરાસરજી એક ૧૪૪૪ થાંભલાવાળું અને ૯ યરાવાળું નાણું ક્રોડ રૂપીઆ ખરચી બંધાવેલું ત્રણ માળનું છે, આ દેરાસરજીને આબેહુબ ચિતાર અમદાવાદ ડોશીવાડાની પોળના શ્રી મંદિર સ્વામીના દેરાસરજીમાં ચીતરેલે નલિની ગુલ્મ વિમાનને આકારે મહા મનોહર છે. અહીંના ૧૪૪૪ થાંભલા કેઈ ગણું શકતું નથી. મુલનાયકઇ રીખદેવ સ્વામી છે. થાંભલાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com