________________
શાંતિનાથની પ્રતિમા તેમજ ચાર કાઉસગીયા, બે ઈંદ્રાણું દેવીની મૂર્તિ તેમજ બે ખંડિત ઇંદ્રની મૂર્તિ નીકળેલાં છે, વૃદ્ધ પુરૂષે પરંપરાથી સાંભળેલી એવી એક કિવદંતિ (દંતકથા) કહે છે કે “આ જગાએ પ્રથમ મૂલ દેરાસર હતું. તેમજ શેરીસા સુધીનું ત્યાં ભેંયરું હતું. આ બે કાઉસગ્ગીયાના ઉપરને પરધર કોઈ બ્રાહ્મણે મહાદેવનું દેવલ કરાવતાં ત્યાં ચડેલો દેખાય છે તેમજ બીજા કેટલાક પત્થરત્યાં ચડેલા છે. જે માણસ આ પરધર પત્થર તેમજ ખંડિત પ્રતિમાઓ લઈ ગયેલો તે એવા પાપથી આંધળે થયે અને તેને નિવશ ગયે.”
પ્રતિમાજી સંવત ૧૯૭૯ ના માગસર વદી ૫ ને શનીવારે પ્રગટ થઈ. પ્રગટ થતાં પહેલાં સામેના ઘરવાળાને કેટલાક ચમત્કાર માલુમ પડેલા. જેવા કે વાર્દેિત્રના અવાજે, ઘંટના રણકારે વિગેરે, પછી જ્યારે પ્રતિમાજી બહાર પ્રગટ કરી તેવારે તેમના શરીરના દરેક ભાગ ઉપર કાળાશ આવવા માંડી, જેથી ત્યાં મળેલા લોકોમાં ગભરાટ ફેલાણે કે નક્કી કાંઈ ઉપદ્રવ થશે, પછી ગામવાલાઓએ પ્રાર્થના કરવા માંડી, ત્યારે પાછી પ્રતિમા મૂલ સ્થીતિમાં દેખાવા લાગી.
આ પ્રતિમાજી આગળ દીવો અખંડ બળતું હતું, પણ એક દિવસ તેમાં ઘી થઈ રહ્યું, ત્યારે રાતના ઓચિંતી આરતી વગેરે થવા લાગી. સામેના ઘરવાળાઓ સાંભળીને ઉડ્યા અને જોયું તો દીવામાં ઘી ન હતું જેથી પાછું તેમાં ઘી પુયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com