________________
વણક હતો જે મહા સમર્થ હતો. તેણે નવમા સૈકામાં પાવાગઢની તળેટીમાં પોતાના નામથી ચાંપાનેર વસાવ્યું હતું. બાણાવળી ભીમના વખતમાં વિમળ મંત્રી કે જેમણે અનેક લડાઈઓમાં જીત મેળવી શત્રુઓને વશ કરી રાજ્યની હદ વધારી આપી હતી. મુંજાલ મંત્રી, સજન મેતા, ઉદયન મંત્રી, બાહડ અને અંબડવિગેરે કરણ, સિદ્ધરાજ અને કુમારપાળના મંત્રી એ જૈન હોવા છતાં લડાઈઓમાં વિજય મેળવી તેમણે દુનિયાને અજાયબ કીધી છે. દયાધર્મ પાળનારા જેનેની શ્રેષથી નિંદા કરનારનાં મુખ તેમણે શ્યામ કર્યો છે. પાટણના સામ્રાજ્ય કાળમાં આવા સમર્થ યુદ્ધકુશળ જેન યોદ્ધાઓએ ગુજરાતની આબાદીમાં પિતાનો ફાળો આપ્યા છતાં જેનેતર ઈતિહાસકારો અને લેખકે તે હકીકત કેમ છુપાવે છે તે સમજી શકાતું નથી. આવા સમર્થ પુરૂષને ખરા સ્વરૂપમાં નહી આળેખતાં તેમને કલંકીત ચિતરીને હૃદયની દ્વેષમય લાગણી બતાવવામાં કેટલાક અહંમન્ય લેખકો અને ઈતિહાસકારોએ પિતાની વિદ્વત્તાને દુરૂપયોગ કર્યો છે. એ હવે પ્રત્યક્ષ જેવાયું છે. ખરે ! જે જેમને સ્વભાવ? પણ ઇતિહાસ કહે છે કે કુમારપાળ પછી ભેળા ભીમના વખતમાં પાટણની કાંઈક પડતી શરૂ થઈ, તે તેનાં પોતાનાં જ અવિચારી કૃત્યથી થયેલું પરિણામ હતું. પણ તેણે રાજ્ય ગુમાવ્યું હતું. કિંતુ પાછળથી તણે ગાદી મેળવી હતી, તેના પછી ચાલુક્ય વંશ પછી વાઘેલા વંશમાં ગાદી આવી, તે વારે ફરીથી પાછું ગુજરાત આબાદીભર્યું થયું હતું. ને ફરી પાટણની જાહોજલાલી પણ ઠીક ઠીક થઈ હતી. તેને મૂળ પુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com