________________
૫૫ તારગાજી હીલ.
તારંગાની તલાટી ટીંખામાં છે. ત્યાં દેરાસર, ધર્મશાલા વિગેરે પણ આવેલાં છે. ત્યાંથી મેલ એક ઉપર તારંગાજીના પહાડના ચડાવ છે, જે ચઢવા પછી દેરાસર, કારખાનુ તથા ભંડાર આવે છે. ડુંગર ઉપર અજીતનાથ ભગવાનનું દેરાસર ઘણું મેટુ, ઉંચુ અને કેગર ( લાકડાની જાત ) ના લાકડાનું બાંધેલુ છે. ઉંચાઈમાં આજે આ દેરાસર જેવું ખીજું એક પણ નથી. તેની ઉંચાઇ લગભગ ચેારાસી ગજ જેટલી છે. અજીતનાથ સ્વામીની પ્રતિમા પણ મહૂ ઉંચી છે. માણુસ ઉભે રહી ઉંચા હાથ કરે તે પણ કપાળે તિલક થતું નથી. નીસરણીનાં બે ચાર પગથીઆં ચડે ત્યારે સંપૂર્ણ પૂજા ( તિલક ) થાય છે. તારંગાજીને શાસ્ત્રમાં તારગઢ અથવા તારિગિર પણ કહે છે. હાલનું દેરાસર વિશાળ અને ભવ્ય છે જે ગુર્જ રાધિપ મહારાજા કુમારપાલે ( ગુજરાતના નાથે ) તેરમી સદીની શરૂઆતના કાળમાં બંધાવેલુ છે. તેમજ ખીજા` પણ ચાર દેરાસર છે. અહીંયાં રાત રહી શકાય છે. પાણીને માટે તલાવ, વાવ ને કુંડ છે. ધર્મશાલાઓની સગવડ પણ સારી છે, અજીતનાથ ભગવાનના દેરાસરને બત્રીશ માળ છે. પ્રાય: ત્રણ ચાર માળ પત જઇ શકાય છે.
ભગવાનના દેરાસરની ઉત્તર અને દક્ષિણ દિશાએ એ માટા ડુંગરનાં શિખરો આવેલાં છે. દરેકની ઉંચાઇ લગભગ અર્ધો મેલ જેટલી હશે, જેમાં એક સિદ્ધશિલા અને બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com