________________
૬૭
વિરધવલે રાજ્યની હદ વધારી મુકી હતી અને ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ વગેરેમાં જેમણે વિરહાક વગાડી હતી. તે પછી સં. ૧૨૯૮ માં વીસલદેવ (વિધવલને પુત્ર) ગાદીએ આવ્યું, તેમણે વિસનગર વસાવ્યું છે. પછી ચાહે તે તેરમી સદીના અંતકાલમાં હોય કે ચાદમી સદીની શરૂઆતને કાળ હોય.
હાલમાં પણ વીસનગરની જાહોજલાલી ઠીક ઠીક છે. જેનેની વસ્તી પણ સારી છે. દેરાસરો પણ ભવ્ય અને દર્શનીય છે, ત્યાં કલ્યાણ પાર્શ્વનાથનું મુખ્ય અને ભવ્ય દેરાસર છે, તે માટે વિશેષ હકીકત જુઓ કલ્યાણ પાર્શ્વનાથ. ધર્મશાળાઓ, ઉપાશ્રયે વગેરેથી તેમજ વેપાર રોજગારથી શહેર ઠીક ઠીક છે. ત્યાં ભવ્ય અને રમણીય જાત્રા કરવા લાયક સાત દેરાસરો છે.
૫૪ વડનગર.
આ શહેરને શાસ્ત્રમાં આણંદપુર કહે છે. પ્રથમ ભરત મહારાજાના વખતમાં અહીયાં સિદ્ધાચલજીની તલાટી ગણાતી. તેમનાથની ચેરી તથા જુનાં ખંડેર જોવા લાયક છે. દેરાસરે આઠ છે. તેમાં એક દેરાસર તે સંપ્રતિ રાજાનું બંધાવેલું છે તેમાં ભેંયરૂ પણ છે. અહીંયાંથી તારંગા તરફ જવાય છે. શહેરમાં દેરાસરે જાત્રા કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com