________________
૬૩
મૂત્ત જણાઈ. પછી જલાને મેલાવી પ્રતિમાજી બહાર કાઢ્યાં. જલાએ ચાટામાં આવી ઘેરઘેર વધામણી આપી કે મારે ઘેર ભગવાન પ્રગટ થયા છે, જેથી ગામના આગેવાના તથા જેના વગેરે રાવનીઆને ઘેર ગયા. પછી સર્વ ભાઈએ ખેલ્યા કે આ જૈન પ્રતિમાજી છે. તા આપણે જૈન દેરાસરમાં લઇ જઇએ; પણ પ્રતિમાજી ઉપડે નહીં, વીશ પચ્ચીશ જણે ઉપાડ્યા, પણ ભગવંત ઉપડ્યા નહી તેથી વિચાર કર્યો કે ભગવાન કેમ પધારતા નથી ? તપાસ કરતાં માલુમ પડયું કે જે જગ્યાએથી પ્રતિમા કાઢેલ તે જગ્યા ઘણી સાંકડી છે ને પ્રતિમાજી માટાં છે. જમીન ખરાખર પલાઠી છે ને ત્રીજો ભાગ ઉપરના લેડાના ચણતરમાં છે, વલી ઘર સંવત ૧૯૫૫ ની સાલમાં નવીન કરેલું છે. તે ઘર કરનાર ઠાકરડા પણ હયાત છે. પ્રભુની ઇચ્છા રાવલીયાને કાંઇ અપાવવાની (પ્રસન્ન કરવાની ) જણાય છે, એમ વિચારી શ્રાવકાએ ચાલીસ રૂપૈયા રાવલીયાને આપવાના નક્કી કરી ભગવાનને ત્યાંથી ખાટલામાં પધરાવી વાજતે ગાજતે પૂર્વ દિશાએથી બજાર વચ્ચે થઇ જૈન દેરાસરમાં પધરાવ્યા.. ગામના લોકો પાસેથી દૂધ મગાવી પખાલ કરાવી રૂા. ૫૧ માં પહેલી પૂજા થઇ, આરતી મંગલ દીવાના રૂા ૨૫) થયા. પછી ત્યાંના શ્રાવકાએ આમાજીના ત્રણ ચાર ગામમાં માણસા માક્ની ભગવાન પ્રગટ થયાની હકીક્ત જણાવી; પ્રથમ વડુના શ્રાવકભાઈએ ભગવાનનાં દશન કરવાને ઝટ આવ્યા. તેમણે સેવાપૂજા કરી ભગવાનનું નામ જાણુવાને ખરાખર નિહાલીને જોયુ પણ કાંઇ ખખર પડી નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com