________________
દર
હાલમાં પ્રગટ થયેલી પ્રતિમાઓને લેપ કરવાથી તેની શોભામાં ઘણું વધારે થાય છે.
કલોલ, ભાયણ, પાનસર, સેરીસા અને વામજ એ હમણું પંચતીર્થ ની ગરજ સારી રહ્યા છે.
પલ પાનસર.
પાનસર એ કલેલ તાબાનું ગામ છે, અને કાલથી મહેસાણે જતાં વચમાં આવે છે. પાનસર પૂર્વ કાળમાં પાનાપુર શહેરના નામે ઓળખાતું હતું, હાલમાં તે ૭૦૦ ઘરનું નાનું ગામડું છે. જૈન શ્રાવકનાં ઘર થોડાં જ છે. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા રાવળીયાના વાસમાંથી પ્રગટ થઈ છે. પાનસરમાં ઉગમણું દિશાએ રાવળીયાને વાસ છે. ત્યાં સંવત ૧૯૬ ના શ્રાવણ શુદિ ૮ ને શનિવારે દિવસના નાયક શંકર દલસુખની સ્ત્રી રેવા રાવળ જલા તેજાના ઘર આગળથી જતી હશે તે વખતે તેના માટીના ઘરના બારણાના આગલા લેવામાં આરસના પત્થરને દેખાવ જોઈ જલાની સ્ત્રી સંતોક પાસે ખરલ કરવાને તે પત્થરની માગણી કરી, તેવા સંકે કહ્યું કે કાલે આવજે, પછી શ્રાવણ શુદિ ૯ને રવિવારના સવારના સાતવાગે રેવા સંતેકને ઘેર આવી, તેવારે સંતેકે દાતરડાથી ખેતરવા માંડયું તે પ્રતિમાજી જે આકાર જણાયે. ત્યારે તેમણે બે જણે વિચાર્યું કે આ તો કઈ દેવની મૂર્તિ છે, પછી ધીમે ધીમે કરતાં તેમને કેશર વિલેપન સહીત ભગવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com