________________
બરડાના નામે પાર્શ્વનાથનું નામ પણ જોવાય છે અને તેથી “ બરડા પાર્શ્વનાથ” નું દેરાસર અસલ બરડાના ડુંગર ઉપર હોવું જોઈએ. શ્રી ધીરવિમલ કવિના શિષ્ય નયવિજય કવિએ પાશ્વજીન સ્તવનમાં ૧૩૫ નામ ભગવાનનાં જણાવ્યાં છે તેમાં “બરડા પાર્શ્વનાથ પણ નામ બતાવ્યું છે.
બરટ નામને રાક્ષસ પૂર્વે રાક્ષસી વિદ્યા સાધીને દૂર કર્મ કરતે અનેક રાક્ષસોને અધિપતિએ તે મહા હિંસાબુ બની પાપકાર્યમાં તત્પર થકે બરડાના ડુંગરમાં રહેતા હતો. તેને ભરત ચક્રવતીના સેનાપતિ સુષેણે સ્વામીની આજ્ઞા થી (બરટને) વશ કર્યો. પછી તેણે શ્રી રૂષભદેવ ને નેમીનાથના પ્રાસાદ પોતાના નામવાળા બરડાના ડુંગર ઉપર કરાવ્યા હતા. ને સમકિતવંત એ હંમેશ તે જીનેશ્વરની ભક્તિ કરતો હતે.
૪ર ભદ્રેસર ( કચ્છ )
ભદ્રસરમાં મહાવીર સ્વામીનું પ્રાચીન દેરાસર બાવન જીનાલયવાળું છે, ધર્મશાલા છે, કચ્છમાં આ તીર્થરૂપ ગણાય છે. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૨૩ વર્ષે દેવચંદ્ર શ્રાવકે બાવન જીનાલયનું દેરાસર બંધાવી અહીંયાં પાર્શ્વનાથ મૂલનાયક તરીકે સ્થાપ્યા હતા. પણ પાછળથી મહાવીરસ્વામી મૂળનાયક થયા. જુઓ ભદ્રેસર પાર્શ્વનાથ! તેરમા સૈકામાં ભસર કચ્છ દેશની રાજ્યધાનીનું શહેર હતું, વરધવલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com