________________
નાથજીનું છે. પ્રતિમાઓ પણ બહુ જુની છે. દેરાસર બાવન જીનાલયનું છે ૧૬૪૨ માં બાંધવા માંડેલું તે પણ ૧૬૭૮ માં પુરૂં થતાં તેમાં પ્રતિષ્ઠા થઈ.
આદેશ્વરજીનું દેરાસર શેઠનું કહેવાય છે તેમાં ત્રણ દેરાસરો ભેગાં છે. હમણું જીર્ણોદ્ધાર થયે છે.
નેમનાથજીના દેરાસરમાં શ્યામ પ્રતિમા સંપ્રતિરાજાની ભરાવેલી તે બસે વરસ ઉપર જ્યારે જામનગરથી વહાણ ગયેલાં તે દરિયામાં થંભાણું તે વખતે તે પ્રતિમા, ત્રિગડું, અંબિકા દેવીની મૂર્તિ અને આસન દરીયામાંથી તરીને ઉપર આવ્યાં, તે સર્વને વહાણમાં લીધાં, તે પ્રતિમા આ દેરાસરમાં પધરાવવામાં આવ્યાં.
ચંદ્રપ્રભુનું તથા આદીશ્વરનું દેરાસર શેઠ આણંદજી તથા ઍબજીએ કરાવેલું છે, તેમાં પ્રતિમાઓ લગભગ ૧૩૦ છે.
વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર સંઘનું કરાવેલું છે, તેમજ ધર્મનાથજીનું મંદિર પણ સંઘનું કરાવેલું છે.
તે સિવાય વંડામાં હરજીવન શાહનું કરાવેલું દેરાસર છે, મેટું રમણીય મકાન બાંધ્યું છે. સંવત ૧૯૪૪, તે સિવાય બીજાં પણ દેરાસરો તથા અપાસરા છે. ખડતર ગચ્છને વડે દાદાસાહેબનાં પગલાં તથા દેરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com