________________
૩૭ મુલી.
અહીંયાં માંડવરા પાર્શ્વનાથનું મૂળનાયકજીનું રમણીય જાત્રા કરવા લાયક દેરાસર છે. ડીજીની સાથે એની અંજન શલાકા થયેલી છે, પ્રતિમા ચમત્કારીક છે, આના ભાટલોકમાં સડા ગવાય છે.
૩૮ જામનગર,
એનું બીજુ નામ “ નવાનગર” અથવા તો “ નગર ” તરીકે પણ પ્રસિદ્ધ છે. કચ્છના રાવના વંશના કઈ ભાયાત જામરાવલે ત્યાંથી આવીને હાલાર જીતી સેળમા સૈકાની શરૂઆતમાં ત્યાં આગળ દરિયા કિનારે જામનગર વસાવી ત્યાં રાજ્યપાની સ્થાપી આસપાસને મુલક કબજે કર્યો. પછી તેઓ જાડેજા (જામ) ના નામથી ઓળખાવા લાગ્યા. અહીંયા આઠ દેરાસર છે. જાત્રા કરવા લાયક અહીંયાં એક દેરાસર રાયસીશાહ શેઠનું બંધાવેલું છે. તેમાં ભાભા પાર્શ્વનાથજી કુલનાયક છે. સંવત ૧૬૪૨ માં કરાવવા માંડેલું તે ૧૯૭૮ માં પુરૂં થયું હતું. સંભવનાથજીના મુખ ઘણું સારા છે. શહેરમાં ફણા પાર્શ્વનાથને ગભારે કહેવાય છે, તેમાં સહસ્ત્રફણુ પાર્શ્વનાથની પ્રતિમા ચમત્કારીક છે, પાસે ગોખલામાં રત્નની પ્રતિમા એક ફુટ ઉંચી જાત્રા કરવા લાયક છે. દેરાસર બાવન જીનાલયનું મોટું વિશાળ બનાવ્યું છે.
બીજું દેરાસર વર્ધમાનશાહનું બંધાવેલું છે, તે શાંતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com