________________
પાદશાહી વખતમાં નષ્ટ થયાં લાગે છે. પણ કોઈ ઈતિહાસ કારેએ તે હકીકત પ્રગટ કરી નથી. જ્યારે સોમનાથની હકી કત તરત જ લખાઈ ગઈ. ૩૩ ઉના,
અહીંયાં પાંચ દેરાસરો આવેલાં છે. કાળાંતરે પાર્વના થજી અને નેમનાથજીવાળાં દેરાસરે પ્રથમ જગાએથી ખસેડી ત્રીજા દેરાસરની જોડે કર્યા અને સંભવનાથજીને પણ પરિવાર સાથે પ્રથમના દેરાસરમાં પણ દાખલ રાખ્યા. એક દેરાસર સંભવનાથજીના માટે તૈયાર થાય છે. શ્રી હીરવિજયસૂરિજીનું છેલું ચોમાસું અહીંયાં થયું હતું-જ્યાં તેમને અગ્નિસંસ્કાર થયે હતું. ત્યાં એક ચેતરે છે. અહીંયાં નજીકમાં ગોરખમઢી ગામ બાવાનું છે ત્યાં સંભવનાથની પ્રતિમા સફેદ હાથ ઉંચી, તેને તેઓ રૂષભાવતાર માનીને પોતાની વિધિથી પૂજે છે પણ આપતા નથી. ૩૪ અજાહરા-અજારા.
અહીંયાં દેરાસરજી પાંચ છે, રૂષભદેવજીનું દેરાસર તેની અંદર મોટું ભંયરું છે, તે તદ્દન પત્થરનું બાંધેલું છે. અંદર બે ગભારા છે. એકમાં આદીશ્વરજી છે. બીજામાં અમિઝરા પાર્શ્વનાથ છે. શાંતિનાથજીનું, શ્રી પાર્શ્વનાથનું શ્રી નેમીશ્વરનું તેમજ સંભવનાથનું એ પાંચ દેરાસરો કુંભારવાડા તથા સુતારવાડાના નામથી ઓળખાતી જગાએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com