________________
પૂર્વે યુગાદિપ્રભુના પાત્ર સોમયશા-ચંદ્રયશાયે પ્રાસાદ બંધાવી ભાવી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ પધરાવી હતી. ને ત્યાં શશિપ્રભા નગરી વસાવી હતી, તેમજ ચંદ્રપ્રભુના સમયમાં બીજા ચંદ્રયશાએ ભાવથી ચંદ્રોદ્યાનની સમીપે તીર્થકર શ્રાચંદ્રપ્રભુને પ્રાસાદ કરાવી ચંદ્રપ્રભુની મૂર્તિ પધરાવી હતી. અહીંયાં સીતાજીએ પણ એક નવીન ચૈત્ય કરાવી ચંદ્રપ્રભુની સ્થાપના કરી હતી. અહીંયાં ડોકરીયા પાર્વનાથનું દેરાસર પણ છે, પ્રતીમા શ્યામવર્ણની તેના હાથમાં રૂપાની કેરી ચોઢેલી છે. પહેલાં જ એક કેરી નીકળતી હતી પણ આશાતના થવાથી બંધ થઈ ગઈ છે. ભરત મહારાજા પણ સંઘ લઈને અહીંયાં આવેલા છે. તેમણે ચંદ્રપ્રભુને પ્રાસાદ બંધાવેલ છે. શાંતિનાથના પુત્ર ચકાયુધે પણ અહીં પ્રાસાદે સમરાવ્યા છે. ૩૨ દીવ.
દીવ એ ઘણું પ્રાચીન શહેર સંભળાય છે, પૂર્વે અજાહરા પાર્શ્વનાથ અજ્યરાજા જ્યારે અહીંયાં નિવાસ કરતા હતા તે વારે સમુદ્રમાંથી પ્રગટ થયા હતા,(જુઓ “અજાહરા પાર્શ્વનાથ) અહીં હાલમાં ચાર દેરાસરે છે, શ્રાવકનાં કુટુંબ ૨-૩ લગભગ છે. હાલમાં દીવ માંગરોલની નજીક આવેલું છે. આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં શહેરની તેમજ જેની સારી આબાદો હતી. આ પંચતીથીમાં પણ કેટલાક જૈન દેવાલયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com