________________
સુવ્રતસ્વામીનું ધર્મચંદ હેમચંદે બંધાવેલું છે. શ્રાવકની વસ્તી સારી છે. વેતાંબરી, સ્થાનકવાસી અને લંકા ત્રણે પંથના શ્રાવકે અહીંયા વસે છે. નવપલ્લવ પાર્શ્વનાથ માટે પાછળ જુઓ નવપલ્લવ પાર્શ્વનાથ. માંગરોળનું પ્રાચિન નામ રત્નગઢ હતું લગભગ બારમા સૈકામાં તે મંગલપુરથી ઓળખાતું હતું. આ શહેર ઘણું પ્રાચીન જણાય છે. કુમારપાળ રાજા શત્રુંજય -ગિરનારે યાત્રા નિમિત્તે આવતા ત્યારે અહીંયાં વધારે રહેતા હતા. અહીંયા રાજ્યમહેલ અને નવપલ્લવજી મહારાજ કુમાર પાલે બંધાવેલા જણાય છે. અહીંની રાવલી મસીદ પણ પ્રથમ જીનાલય હોય અને પછી મોગલ સત્તામાં મસીદ થઈ હોય તેમ જણાય છે. બીજું પણ પ્રાચીન ઘણું જાણવાજોગ છે.
૩૦ વેરાવલ.
અહીંયાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૭૪ માં બંધાવેલું છે. તેમજ બીજું દેરાસર પણ બહુ જુનું છે પ્રતિમાઓ ૫૭ છે જાત્રા કરવા લાયક છે.
૩૧ પ્રભાસપાટણ.
આ શહેર એતિહાસીક તેમજ ધામીક દષ્ટિએ ઘણું જ જુનું છે, એને દેવપાટણ પણ શાસ્ત્રમાં કહેવાય છે, તેમજ ચંદ્રપ્રભાસ નામ પણ છે. વેરાવળથી ગાઉ એક થાય છે ત્યાં ‘તી. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com