________________
૨૬ ભાવનગર.
કાઠીયાવાડમાં આ શહેર હાલ મુખ્ય ગણાય છે. ઈ. સ. ૧૭૨૩ માં ભાવસિંહજીએ પીલાજીરાવ ગાયકવાડની બીકથી શહેરથી વડવા બંદર આવી ભાવનગર વસાવ્યું. તે હળવદના રાજાની દીકરીને પરણ્યા હતા. હાલમાં શહેરની જાહેજલાલી સારી છે. દેરાસરે અને જેનેની વસ્તીથી ભાવનગર પણ એક જૈનપુરી જેવું છે. તેમજ વેપારનું પણ મથક છે, નજીકમાં દરીયા હોવાથી સ્ટીમરની આવ-જા પણ ઘણું થાય છે. સ્ટેશન ઉપર, શહેરમાં તથા દાદાસાહેબમાં (દેરાસરની આસપાસ) મટી ધર્મશાળા છે.
૨૭ મહુવા,
આ શહેરને શાસ્ત્રમાં મધુમતી કહે છે. મધુમતી શહેર પણ કાઠીયાવાડમાં સારૂં બંદર ગણાય છે. વેપાર રોજગાર સારા ચાલે છે. અહીંયા જીવતસ્વામી (મહાવીર સ્વામી )ની જાત્રા કરવા લાયક પ્રતિમા છે. આ દેરાસરજી સાત શિખરનું
મુખજી સહીત છે. ધર્મશાલા એક શ્રાવકોની તથા એક મહાજનની છે. આ મહુવામાં શત્રુંજયને ઉદ્ધાર કરનાર જાવડશાહ શેઠ ઉત્પન્ન થયા હતા. જેમણે વજસ્વામીના વારામાં વિક્રમ સંવત ૧૦૮ માં શત્રુંજયને ઉદ્ધાર કર્યો. જે રૂષભદેવની પ્રતિમા તક્ષશીલા (ગિજની)માંથી લાવ્યા હતા ને શત્રુંજય ઉપર પધરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com