________________
ક૬
રૂષભદેવને નમવાને અથે આવેલા તે આ ગિરનાર ઉપર પણ જાત્રા માટે પધારેલા, તેમના ઐરાવણ હાથીના પગલાથી ત્યાં કુંડ થયો તેનું ગજપદ કુંડ એવું નામ પડયું છે. વૈદહજાર નદીના પરિવારવાળી એવી ગંગાનદીનાં જળ આ કુંડમાં આવેલા છે. માટે એ ગજપદ કુંડ પવિત્ર છે. તેના જળમાં સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, સુવાગ, જલદર, ગ્લાની વગેરે નાશ પામે છે, બીજે ધરણેન્દ્રનો ચમરેંદ્રનો વગેરે કુંડે છે.
ગિરનાર, કૈલાસ, રૈવતાચલ, ઉજજયંત, સ્વર્ણગિરિ અને નંદભદ્ર એ સર્વ નામે ગીરનારનાં છે. પહેલે આરે ૩૬ જેજન, બીજે આરે ૨૦, ત્રીજે ૧૬, ચેાથે ૧૦, પાંચમે ૨ ને છઠે ૧૦૦ ધનુષ્ય એમ પ્રાય: શાવતા છે. રૂષભદેવ ભગવંતે પિતાના સુરાષ્ટ્ર પુત્રને આ દેશનું રાજ્ય આપવાથી આ દેશનું સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર એવું નામ પડયું. સૌરાષ્ટ્રની રાજ્યધાની જુનાગઢ અથવા વામનસ્થલી ગણાય છે.
૨૫ ઘોઘા.
આ ગામ ભાવનગરથી સાત આઠમેલ થાય છે, ઘેડાગાડી બેલગાડી વગેરે વાહન મળે છે, ત્યાં નવખંડા પાર્શ્વનાથની પ્રાચિન પ્રતિમા છે. તે માટે જુઓ નવખંડાપાર્વનાથ.
ઘોઘા એ જુનું ને પુરાતની સંભળાય છે. અસલ તે ઘારું મોટું શહેર હતું. પાછળથી ઘોઘા ભાંગીને ભાવનગર વસેલું સંભળાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com