________________
૪૫ મારવા આવે છે, જેથી નેમીનાથનું ધ્યાન કરતાં છતાં તેણુએ પિતાના બે પુત્રોની સાથે કુવામાં ઝુંપાપાત કર્યો. તેની પછવાડે તેના વર સોમભટે તેનું સ્મરણ કરતાં કુવામાં ઝંપાપાત કર્યો, હવે અંબિકા તીર્થકરના ધ્યાનથી વ્યંતર લેકમાં મહાન ઋદ્ધિવાળી અને ઘણી દેવીઓના પરિવાર વાળી એવી મહા સમર્થ દેવી (અંબીકા) પણે ઉત્પન્ન થઈ, અને તેને વર સેમભટ તેના વાહનરૂપ દેવતા થયો, તે અરસામાં નેમીનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું જ્ઞાનથી જાણુ ભગવં. તને વાંદરાને વિમાનમાં બેસીને સમવસરણમાં આવી. ભગવંતની દેશના સાંભળી તેના અદભુત ચારિત્રથી પ્રસન્ન થઈ સુધર્મા ઇંદ્ર ( શકેંદ્ર) અંબિકાને નેમીનાથના શાસનની અધિષ્ઠાયિકા પણે સ્થાપી. આજે તેજ ગિરનારની અધિષ્ઠાયિકા દેવી અંબિકા પણે ઓળખાય છે. ગોમેધ નામે યક્ષ પણ તેજ વખતે ઉત્પન્ન થયેલો છે. તે પણ નેમીનાથના શાસનમાં અધિષ્ઠાયક છે. વસ્તુપાળ તેજપાળે સં. ૧૨૮૮ માં અહીં દેરાસર બંધાવેલું છે ને ગિરનારની જાત્રા કરેલી છે.
૨૪ ગજપદ કુડ.
આ કંડ ગિરનારજીના પર્વત ઉપર આવેલો છે, શ્રી કૃષ્ણ વાસુદેવ જેવારે ગજપદ કુડે આવ્યા, તેવારે તેમણે શ્રી શકેંદ્રને પૂછયું કે એનું નામ ગજપદ કુંડ કેમ પડયું?” તેવારે શચીપતિએ તેમને જણાવ્યું કે “પૂર્વે જેવારે ભરત
ચક્રવતી અહીં આવ્યા હતા. તે વખતે તે વખતના ઈંદ્ર શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com