________________
૫૩
ધર્મશાળા બે સાર્વજનીક છે તેમાં એક વૈષ્ણની છે અને બીજી તપાગચ્છના જીવા વાલજીના પુત્રએ બંધાવેલી છે. એક ઉપાશ્રયમાં શ્રીહીરવિજયસૂરિની ગાદી છે.
અજારામાં અજાહરા પાર્શ્વનાથજીની ભવ્ય અને પ્રાચિન મૂર્તિ છે, જાત્રા કરવા લાયક હોવાથી અજાહરા પાર્શ્વનાથનું તીર્થ સ્થળ ગણાય છે. હાલમાં પ્રતિમાજીને લેપ અને જીર્ણોદ્ધાર થવાથી તીર્થની શોભામાં વધારો થયો છે.
૭૫ દેલવાડા.
દેરાસરજી એક અહીંયાં ચિંતામણુ પાર્શ્વનાથનું છે. પ્રતિમા પાંચ છે. આ પંચતીર્થ તરીકે ગણાય છે.
૧ દીવ, ૨ ઉના, ૩ અજાહરા, ૪ પ્રભાસ પાટણ અને ૫ દેલવાડા એ પાંચ તીર્થ પંચતીથમાં ગણાય છે.
૩૬ રાજકેટ.
આ શહેર કાઠીયાવાડના મધ્યબિંદુ તરીકે ગણાય છે. હવાપાણી સારાં છે. રેલ્વે સ્ટેશન ત્રણ છે. જેની વસ્તી સારી છે. વેપારનું મથક ગણાય છે. દેરાસર એક શિખરબંધી મુલનાયક સુપાર્શ્વનાથજીનું છે, દરબારી રજવાડી શહેર ગણાય છે. શહેર જોવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com