________________
છેવટે તેમણે બન્નેએ મળીને સિદ્ધાચલ ઉપર ટુંક અંધાવી જે સદા સમજીની મુખજીની ટુંક કહેવાય છે. ૨૨ તલાજાને ડુંગર,
તાલધ્વજગિરિને ડુંગર અડધો ગાઉ ઉંચે છે, તેના ઉપર દેરાસરજી છે. તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ છે. ભમતીમાં સંપ્રતિ રાજાની ભરાવેલી સાત દેરી પૈકી છ દેરીમાં પ્રતિમાજી બેસાડેલાં છે, અને એકમાં બેસાડવાનાં છે. દેરાસરમાંના મુખમાં રાખવદેવ બેસાડેલ છે. ત્યાં શ્રી સિદ્ધગિરિનાં દરશન કરવાને ચોતરે બંધાવ્યું છે, ત્યાંથી સિદ્ધગિરિનાં દર્શન થાય છે. ડુંગર પર દેરી બે છે, તેમાં બાહુબલી તથા ભરતજીનાં પગલાં છે. આ દેરાસર પ્રથમ સંપ્રતિ રાજાનું બંધાવેલું તે જીર્ણ થવાથી ટીપ કરી સંવત ૧૮૭૨ ના વૈશાખ શુદિ ૧૩ ના નવું દેરાસર બંધાવી તેમાં પ્રતિષ્ઠા કરી, તેમજ ધર્મશાલા એક બાબુ ધનપતસીંગજીની બંધાવેલી છે. તથા એક શ્રી સંઘની છે. ડુંગર ઉપર ૩૦ ગુફાઓ છે, તે વિદ્યાધરની ગુફાઓ કહેવાય છે. તેમાં ૪-૫ ગુફાઓ ૨૦૦ માણસ સમાય તેવડી મેટી છે.
ખોડીયારનું એક ભોંયરું છે, તથા એભલ મંડપનું ભેંયરું છે, ટાંકા પાણી ભરવાનાં છે, તળાજામાં કુલ વસ્તી ચાર હજારની છે, શ્રાવકોનાં ઘર ચારસો છે.
| તલાજાના ડુંગર ઉપરનું દેરૂં સંવત ૧૩૮૧ માં બંધાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com