________________
૪૦
વેલું છે. તલાજાની પાસે તલાજી નદી વહે છે અને તે જ નામથી એક દૈત્યનું દેવું પણ છે.
તલાજાથી દોઢ ગાઉ સાખલાસર ગામના કેલી કરશનને સ્વપ્ન આપી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શ્યામ વર્ણની સંપ્રતિ રાજાની ભરાવેલી ઓગણીસ તસુની તેના ખેતરમાંથી નિકળી હતી તે તલાજાના દેરાસરમાં પધરાવી છે.
વસ્તુપાલે તલાજાના ડુંગર ઉપર રૂષભદેવને પ્રાસાદ, કરાવ્યો છે.
૨૩ જુનાગઢ-ગિરનાજી.
જુનાગઢ એ ગિરનાર પર્વતની તલાટીમાં આવેલું છે. જુનાગઢ એ પણ પુરાણું શહેર છે. પ્રથમ અહિંયાં ક્ષત્રીઓનું રાજ્ય હતું. તે વારે પ્રથમ રાજ્યપાની વાનસ્થળી (વંથળી) હતી, પરંતુ ગ્રહરીપુ કે તેની નજીકનાં રાજાઓ જુનાગઢમાં વસ્યા હોય તે બનવાજોગ છે. ત્યારપછી કેટલીક ચડતી પડતી ચાલી ગઈ, છેવટે જુનાગઢના પ્રખ્યાત છેલ્લા રા. માંડલિકના સમયમાં અમદાવાદના મહમદ બેગડાએ તેને હરાવી મુસલમાન બનાવ્યા, ત્યારથી આજ પર્યત નવાબી રાજ્ય ચાલતું આવે છે. સેરઠમાં જુનાગઢનું રાજ્ય પહેલાં સર્વોપરી ગણાતું. જુનાગઢ એ તેનોનું મોટું તીર્થ ગણાય છે, ત્યાં દેવચંદ લક્ષ્મીચંદનું કારખાનું છે, જે જુનાગઢ તથા ગિરનારજી તીર્થને વહીવટ કરે છે. ગામમાં ધર્મશાળાઓ દેરાસરે વગેરે સગવડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com