________________
૩૫
ફથી ભાતું અપાય છે તે ખાવું અને વિસામે લે. પછી શહેરમાં ઉતારે જવું. શહેરથી તલાટી સુધી કારખાનાની તેમજ ભાડુતી ગાડીઓ મળે છે.
પાલીતાણા શહેરની નદી ઉપર જામવાલી ગામ જતાં રસ્તામાં ગોડીજીનાં પગલાંની દેરી છે, આગળ જતાં મુનિ કલ્યાણવિમલજી કે જેમના ઉપદેશથી ભાતું અપાય છે તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો તે જગાએ તેમનાં પગલાં તથા દેરીઓ છે. લલિત સરોવર ઉપર આદિનાથ ભગવાનની દેરી છે. નવાગઢ આગળ જુની તલાટીએ રાયણના ચોતરા નીચે પગલાંની બે દેરી છે.
તલાટીએ ભાતું વાપરવાના ચોતરા આગળ શેઠ શાંતિદાસનાં કરાવેલાં ગોડીજી મહારાજનાં પગલાં તથા ભાતું વાપરવાનું મકાન ફુલવાડી વગેરે છે. તેમજ ત્યાં આગળ શેઠ દલપતભાઈ ભગુભાઈએ મેટે મંડપ બંધાવેલ છે તેમાં જાત્રાળુઓ મજેથી આરામ લે છે.
તલાટી ઉપર જમણું તરફનો મંડપ શેઠ હેમાભાઈ વખતચંદને બંધાવેલ છે તથા ડાબી બાજુએ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદને બંધાવેલ છે. ત્યાં સંવત ૧૮૮૭માં પગલાં સ્થાપન કરેલાં છે. વચ્ચેનાં પગલાંની દેરી પ્રથમની છે. જમણી તરફ અજીતનાથના પગલાંની દેરી આવે છે, ત્યાંથી ઉપર જતાં ગૌતમસ્વામીનાં પગલાંની દેરી આવે છે, આગળ
શાંતિનાથના પગલાંની દેરી આવે છે. ત્યાંથી ઉપર ત્રણ દેરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com