________________
પગલાં છે, જમણી તરફ મુનિ કલ્યાણુવિમલજીની ગુફા છે જેમાં સરસ્વતીની મૂર્તિ છે.
પેળી પરબના વિસામાં આગળ ભરત મહારાજના પગલાંની દેરી સંવત ૧૬૮૫માં ધોરાજીવાળા અમુલખ ખીમજીની તથા પાણીની પરબ તેમણે બેસાડી છે. આગળ જતાં ઈચ્છાકુંડ તથા વિસામાની દેરી સુરતવાલા શેઠ ઈચ્છા ભાઈએ સંવત ૧૮૬૧ માં બંધાવેલી તથા તેમનાથની પાદુ કાની દેરી તેમજ ગણધર વરદત્તજી તથા આદિનાથજીનાં પગલાં છે.
લીલા પરબના વિસામા આગળ કચ્છવાળા ડાહ્યાભાઈ દેવશીની પરબ છે. કુમારપાળ રાજાએ બંધાવેલા વિસામા આગળ સુરતવાળા તલકચંદની પાણીની પરબ છે. ત્યાં પાસે દેરીમાં આદિનાથનાં પગલાં છે. હીંગરાજના હડાનાં પગથીયાં શેઠાણું હરકુંવરનાં બંધાવેલાં છે, ત્યાં પાણીની પરબ છે. ત્યાંથી આગળ જતાં નાના માનમાંડીયા પાસે જતીનાં પગલાં એક દેરીમાં છે, છાલાકુંડ પાસે વિસામે છે. તેની પાસે સંવત ૧૮૭૦ માં ચારજિનનાં પગલાંની દેરી બંધાવેલી છે.
છાલાકંડથી જમણી તરફ જતાં શ્રીપૂજ્યની ટુંકતથા પગલાં વગેરે આવે છે. અને ડાબી તરફ જતાં શેઠ હઠીભાઈને વિસામે છે. ત્યાં પાણીની પરબ મુંબઈવાળા શેઠ તલકચંદ માણેકચંદે બંધાવેલી છે. ત્યાંથી આગળ ચાલતાં હીરાબાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com