________________
૩૮
રહે છે. ત્યાંથી પ્રથમ મુળનાયકજીની દુકે જવું. રસ્તામાં પ્રથમ શ્રી શાંતિનાથજીના મંદિરમાં તેમજ શાસનનાયિકા શ્રી કે. શ્વરીનાં દર્શન કરતા જવું. મુલવણીમાં શેઠ આણંદજી કલ્યા
તરફથી ચેકીપહેરે છે. ત્યાં જાત્રાળુઓને ન્હાવાની તથા પૂજાની વગેરે ઠીક સગવડ છે. પ્રથમ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પૂજા કરવી. તેની પાસે નવા આદેશ્વરના દેરાસરમાં તેની પાસે અષ્ટાપદજીના દેરામાં શસ્ત્રકેટ વગેરેમાં પૂજા કરવી, મૂળનાયક આદિનાથ ભગવાન સામે પુંડરીક ગણધરનું દેરાસર છે. રાયણુ તળે પ્રથમ તીર્થકર શ્રી આદિનાથનાં પગલાં છે. બીજા પણ નાનાં મોટાં દેરાસર મૂળ ટુંકમાં છે પછી બહાર આવી સંપ્રતિ રાજાના દેરાસરજીમાં તથા શ્રી નેમિનાથજીની ચોરી તથા શેઠ કેશવજી નાયકની ટુંક વગેરે અનેક દેરાસર છે, પાસે સૂરજકુંડ છે, જેમાં સ્નાન કરવાથી પૂર્વે ચંદ્રરાજા કુકડપણું પામેલા હતા તે બાર વરસે ફરીને મનુષ્યાવતાર પામ્યા. ત્યાંથી મોતીશા શેઠની કંકમાં જવાય છે. ત્યાં આગળ વસ્તુપાળ તેજપાળે કુંતાસર નામે તળાવ બંધાવેલું છે તે ફાટી જવાથી તે જગ્યાએ ખાડે પડયે હતો તે મોતીશા શેઠે નવ લાખ રૂપૈયા ખચીને પુરાવ્યો હતે. પછી ટુંક બંધાવી, ત્યાંથી એક રસ્તે ઘેટીની પાળે જાય છે ત્યાં જે લોકો જાત્રા કરે છે તેની બે જાત્રા ગણાય છે, ત્યાં ન જવું હોય તે બીજે રસ્તે થઈ બીજી ટુંકમાં જવાય છે તે ટુકોના નામ નીચે મુજબ:– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com