________________
૧૩
વિધિ સહિત પૂજન કર્યું અને ત્યાં સર્વ કેઈ દર્શન માટે આવવા લાગ્યા. ' હવે દરેક ગામના લોકો પિતાપિતાને ગામ પ્રતિમાજી લઈ જવાને વિચાર કરવા લાગ્યા. વળી માતરના ત્રણ જણ પણ અહીયાં આવેલા છે કે જેમને અધિષ્ઠાયકે સવન આપયું હતું. પછી એમ નક્કી થયું કે પ્રભુજીને જ્યાં હુકમ હોય ત્યાં લઈ જવા; એમ વિચાર કરી સર્વ ગામના લેકેએ એકઠા થઈને ચીઠી નાખી. જે ગામની ચીઠી આવી તે ગામના લેકે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાનને ઉપાડવા ગયા પણ ભગવાન ઉપડયાજ નહી. ઘણા લોકોએ એક સાથે ઉપાડવા માંડ્યા પણ હજારો મણુ ભાર યાતે વજાની માફક સ્થીર હાઈ પ્રભુ કેાઈનાથી ઉપડી શક્યા નહી.
હવે માતરના ત્રણ જણઓ અત્યારસુધી ધીરજથી બેસી રહ્યા હતા, તેઓ આગળ આવી સંઘને નમ્રતાથી અરજ કરવા લાગ્યા કે “જે તમારી રજા હોય તો અમે નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાનને ઉપાડીએ, અમારાં ભાગ્ય હોય તે અમારાથી ઉપડે અને અમારે ગામ ભગવાન પધારે.” સર્વ લેકેએ રજા આપી. પછી તેઓ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી એ ત્રણે જણ ભગવાન પાસે આવી પ્રાર્થના કરવા લાગ્યા “હે ભગવાન, આપ હમારે ગામ પધારે! અને અમારા ગામની જાહોજલાલીને વધારે ! અમારી હૃદયની પ્રાર્થના
સ્વીકારે?” એમ કહી એ ત્રણે જણે સર્વે સંઘની અજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com