________________
હાલનું દેરાસર બંધાવતાં આશરે રૂપીયા એક લાખનું ખર્ચ થયું હશે, ત્રણ ધર્મશાળાઓ છે, દરેક પ્રકારે સગવડ સારી છે.
ભગવાનને અમી ઝરતી હતી પણ સંવત ૧૯૪૩ માં મારવાડમાંથી એક બાઈ આવેલી તે પ્રભુની પૂજા કરવા આવતાં એક પગ ઉમરાની અંદર ને બીજે બહાર એવી સ્થિર તિમાં અડચણ આવવાથી પાછી વળતાં એારડી બહાર પડી ગઈ અને ચેકમાં ચંદણ હતી તે આપોઆપ સળગી ગઈ, અને અમી ઝરતી પણ ત્યારથી બંધ પડી ગઈ.
સંવત ૧૯૦૯ માં દેરાસર શરૂ કરવામાં આવ્યું તે સંવત ૧૯૪૩ માં તૈયાર થયું અને તેજ વરસની મહા સુદી ૧૦ ના રોજ કડીના રહીશ સંઘવી ચુનીલાલ જોઈતાદાસે પ્રભુને નવા દેરાસરમાં પધરાવ્યા. તે પછી દરેક પુનમે જાત્રા માટે હજી સુધી પણ ત્રણસો ચારસો માણસ આવે છે. ધોળકા (વૈરાટનગર.)
આ ઘણું પ્રાચિન શહેર છે. હાલનું ધોળકા એ અસલ મસ્ય દેશની રાજ્યધાની હતી. એટલું જ નહીં પણ વિરાટ રાજાની રાજ્યધાનીનું મુખ્ય શહેર વિરાટનગર તરીકે પ્રસિદ્ધ હતું કે જયાં પાંડ તેના વંશજોએ વીજાપુર વસાવ્યું; એક વરસ ગુપ્તપણે રહ્યા હતા. ત્યાર પછી કાળે કરીને ત્યાં આગળ કનકસેન રાજાએ ઈ. ૧૪૪ માં ધોળકા વસાવ્યું; પછી તેણે વડનગર વસાવ્યું, એમ રાસમાળામાં કહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com