________________
૩ર
વઢવાણમાં કુટેશ્વરજીનું તીર્થ કહેવાય છે. અહીંયાં દેરાસરજ એક ગભારા પાંચનું છે તે ઉપર ત્રણ શીખર છે, ફરતાં ૨૮ દેરીઓ છે. વઢવાણમાં બીજું સાંવલા પાર્શ્વનાથજીનું દેરાસર છે તે પણ શીખરબંધ છે. ત્રીજું મહાવીર સ્વામીનું દેરાસર નદીને કીનારે આવેલું છે ત્યાં પગલાં છે, તેમજ ત્યાં શૂલપાણીયક્ષની સ્થાપના છે. બીજું વઢવાણ (વર્ધમાનપુર) મુશીદાબાદ પાસે ભાગીરથી નદીના આસપાસના પ્રદેશમાં ઉત્તર હિંદુસ્થાનમાં આવેલું છે. અસ્થીગ્રામ પણ તેને કહે છે. ત્યાં પણ શૂલપાણી યક્ષનું સ્થાનક છે. વીર ભગવાન કયા વર્ધમાનપુરમાં વિચરેલા છે, તે તત્વ કેવલીગમ્ય! ૧૯ સીહાર
શહેરમાં સુપાર્શ્વનાથજીનું મુખ્ય દેરાસર છે, તે સંવત ૧૯૪૫ માં બંધાવેલું છે. શહેરના પહાડમાં બ્રહ્મકુંડ છે, તે કુંડ ઘણે તારીફ કરવા લાયક છે, તે કુંડમાં પ્રથમ તીર્થકર આદિ નાથની પ્રતિમા દેખાય છે. પ્રતિમાની બેઉ બાજુએ ઇંદ્ર ચામર ઢળતા હોય એવી રીતે ઉભેલા દેખાય છે. તે કુંડની પાસે એક ડુંગરી છે. તેને શાંતિ શેરી કહે છે, ત્યાં શાંતિનાથજીનાં પગલાં છે. શીહારનું દેરાસર પણ ભવ્ય અને રમણીક છે. હાલમાં પાલીતાણું જવા માટે શહેરથી ગાડી બદલવી પડે છે. તે શીહોરથી પાલીતાણે જાય છે. શીહાર સ્ટેશન ઉપર જેનની મોટી ધર્મશાળા છે. ત્યાં ઉતરવાની સગવડ સારી છે. ધર્મ, શાળામાં શહેરના આભૂષણરૂપ માસ્તર દલીચંદ ભાયચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com