________________
૩૧
ને વીરધવલ જ હતા. ગુજરાતના સામત, માંડલિક અને ખડીયા સરદાર રાજાઓને પરાક્રમી વીરધવલ અને તેના મંત્રી વસ્તુપાળ તેજપાળે પેાતાનીસત્તાને સ્વાધીન કર્યા હતા. ભેાળા ભીમના તે વફાદાર સામત હતા. ભેાળા ભીમે પૂર્વાવસ્થામાં કરેલાં પેાતાનાં અવિચારી કૃત્યાથી ક્ષત્રીય રાજ્યામાં કુસંપ સળગાવી પાટણની અને ગુજરાતની પડતી આણી હતી. પાછળથી વીરધવળે ગુજરાતને આબાદ કરી તેની જાહેાજલાલી વધારી હતી પણ તેમાં પૂર્વનુ તેજ નહેાતુ.
૧૭ પરીઆળા તી.
અહીંયાં લુહારની કોડમાંથી શ્યામવણી ત્રણ પ્રતિમાએ પ્રગટ થઇ હતી. તે ઘણી ચમત્કારીક અને જાત્રા કરવા લાયક છે. મુળનાયકજી શ્રી ઋષભદેવ ભગવાન છે. દર ફાગણ સુદી ૮ મે મેળા ભરાય છે, વહીવટ શેઠ આણ ંદજી કલ્યાણજીની પેઢી કરે છે.
વીરમગામથી ખારાઘેાડા જતી ટ્રેનમાં ઝુંડ સ્ટેશનથી એ માઇલ દૂર ઉપરીઆળા તીર્થ આવેલું છે.
૧૮ વઢવાણુ ( કાઠીયાવાડ, )
વઢવાણુ એ કાઠીયાવાડમાં એક મોટુ અને જીનું શહેર છે. રેલવેનું પણુ જ કશન છે. વઢવાણ શહેરમાં તથા કાંપમાં દેરાસા, ધર્મશાલા વગેરે છે. વેપારનું સારૂ મથક ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com