________________
૧૬
કુલે રૂપીઆ ચાર લાખ થયું હશે. માતર ખેડાથી એ
ગાઉ થાય છે.
૧૨ અમદાવાદ.
અમદાવાદ શહેર અહમદશાહ બાદશાહે સ. ૧૪૧૩ ની સાલમાં વસાવ્યું છે. તે સમયથી તે આજ સુધી અમદાવાદ જૈન પુરી તરીકે મશહૂર છે. આ શહેર મીલ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. જેથી વેપાર હમેશ વધતા જાય છે. વેપારમાં આ શહેર મુંબઇથી ઉતરતું બીજે ન ંબરે છે. આ શહેરમાં માટાં મોટાં સેા ઉપર દેરાસરા છે. દીલ્લી દરવાજા બહાર મહારની વાડીના નામથી એાળખાતુ શેઠ હઠીસીંગ કેશરીસીંગનુ દેરાસર સૌથી માટું, વિશાલ, રમણીય અને ભવ્ય છે. મૂળનાયકજી શ્રી ધનાથજી બીરાજમાન છે. દેરાસર ખાવન જીનાલયનું અને માટા વિસ્તારવાળું છે.
અકબર બાદશાહને પ્રતિબાધ કરનાર પ્રખ્યાત હીરવિજયસૂરિની મૂર્તિ ડાસીવાડાની પોળમાં અષ્ટાપદ્રજીના દેરાસરમાં છે. હીરવિજયસૂરિ દીલ્હી જવા માટે પ્રથમ અમદાવાદ આવ્યા હતા. અહીંના સુખા ઉપર દીલ્હીથી સુલતાનને પેગામ આવવાથી અહીયાં સૂરીશ્વરની ઇજ્જત આબરૂમાં સુષ્માએ વધારા કરી બાદશાહના પેગામ કહી સંભળાવ્યા, જેથી અહીંયાંથી સૂરીશ્વરજી દીલ્હી તરફ્ જવાને રવાને થયા. તેમજ સેનપ્રશ્નના કર્તા શ્રી વિજયસેનસૂરિ, કકિરણાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com