________________
યબી વચ્ચે ભગવાનને ફુલના દડાની માફક ઉપાડ્યા અને ગાડામાં પધરાવ્યા. ગાડું એની મેળેજ માતર ગામ તરફ વળીને ચાલવા લાગ્યું. તે થોડેક દૂર જઈને ઉભું રહ્યું. પછી ગાડાને બળદ જોડીને માતર તરફ ચાલતું કર્યું. સર્વ સંઘે નકકી કર્યું કે મહા પ્રભુને માતર ગામે જવાની મરજી છે, એમ ધારી સર્વ લેકે માતર આવ્યા. માતરના ત્રણે શ્રાવકે પ્રતિમાજીની આસપાસ ચાલવા લાગ્યા. સર્વ લોકોની ખુશાલીમાં ફકત બારોટ જ એક નારાજ હતું, તેના ઘેરથી ભાગવાન બીજે ઠેકાણે જાય તેથી તેને મન દીલગીરી થવા લાગી. પણ સર્વ લોકેએ તેને શાબાશી આપવા માંડી અને પચાસ રૂપીયા શરપાવના આપી બારેટને ખુશી કર્યો.
હવે અહીંયાં પ્રતિમાજીને લઈને સર્વ માતરની નજીક નદિને કાંઠે આવી પહોંચ્યા, તે નદી ચારે કાંઠે પાણીથી ભરપુર હતી. એટલે પ્રભુને નદી ઓળંગીને પેલેપાર કેવી રીતે લઈ જવા તે માટે વિચારમાં પડયા. એટલામાં તે ગાડીવાને ગાડું નદી તરફ હાંકી મુકયું. કારણ કે સવે જણ ચારે તરફ પાણી જેતા હતા, પણ ગાડીવાના પાણી દેખતે નડતો. તેથી સર્વ લોક ના, ના, કહેવા છતાં પણ ગાડું નદીમાં ચાલ્યું અને સામે પાર ઉતરી ગયું. સર્વ લેકના આશ્ચર્યની સીમા રહી નહી. અને આજકાલ ખરેખર આ પ્રભુજ સાચા દેવ છે, એમ વિચારી સર્વ લોકોએ પ્રભુનું નામ “સાચા દેવ” પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com