________________
૨૬
બીલકુલ બે લાગ્યો નહી. હવે આ મૂર્તિને બહાર કાઢી, પણ આ ક્યા ધર્મના દેવ છે તે આ લેકે સમજી શક્યા નહી. જેમ જેમ ખબર ફેલાતી ગઈ તેમ તેમ આસપાસના લોકો આવવા લાગ્યા, કુકવાવના જેનો તેમજ બીજા લોકો તથા ગોરજી બાલચંદ્રજી પણ આવ્યા, મૂર્તિઓને દૂધ વગેરેથી પખાલ કરતાં અને લંછન જોતાં ગોરજીને માલુમ પડ્યું કે “આ તો મલ્લીનાથજી છે.” આ બનાવ સંવત ૧૯૯૦ ના મહા સુદી ૧૫ ને શુક્રવારને દિવસે બન્ય, કક્યાંઈ વૈશાખ સુદી પુનમ પણ લખી છે. પછી કુકવાવના શ્રાવક ત્રિભવને ત્રણ દિવસ સુધી ત્યાંજ પખાલ પૂજા કરી અને સને જણાવ્યું કે આ અમારા ધર્મના દેવ છે અને ભેાયણીમાં કોઈ શ્રાવકનું ઘર નથી જેથી અમે અમારે ગામ લઈ જઈશું અને પૂજા વગેરેને બંદેબસ્ત કરાવશું. એક તરફ કુકવાવવાળા અને બીજી તરફ કડીવાલા પોતપોતાને ગામ ભગવાનને લઈ જવાને તકરાર કરવા લાગ્યા. ભાયાણીવાલાઓ પણ પોતાને ગામ રહે તે આગ્રહ કરવા લાગ્યા, જેથી કુકવાવ વાળાઓએ તેમને રૂપીયાની લાલચ આપવા માંડીને તેમને સમજાવવા લાગ્યા પણ તેઓને કાંઈ રૂપું નહી.
પછી ત્યાં એવી રીતે પતાવટ કરી કે ભગવાનને ગાડામાં પધરાવે ને ગાડું જે તરફ જાય ત્યાં ભગવાનને લઈ જવા. હવે કુકવાવ વાળાઓએ ગાડાનું ધુસરું પોતાના ગામ તરફ રાખી ભગવાનને તેમાં પધરાવ્યા. પણ ધુંસરું ફરીને દશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com