________________
૧૭
લીના રચનાર શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય, મહાપુરૂષ યશવિજયજી તેમજ વિજયસિંહસૂરિની આજ્ઞાથી ક્રિયા ઉદ્ધાર કરનાર શ્રી સત્યવિજયપન્યાસ, જ્ઞાનવિમલસૂરિ, પદ્મદ્રહ પદવીધારક શ્રી પદ્યવિજયજી, રૂપવિજયજી વગેરે અનેક મહાન જેનાચાર્યો આ રાજનગરને પોતાના ચરણથી પાવન કરી ગયા છે.
અમદાવાદ શહેરમાં લગભગ ૧૩ પુસ્તક ભંડાર છે, શહેરની પાસે રાજપરમાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર છે. જે પ્રતિમા શ્યામ સ્વરૂપ સંપ્રતિ રાજાની ભરાવેલ છે. દર રવિવારે સેંકડો લોકો દશનને માટે ત્યાં જાય છે. તેમજ દેવશાને પાડે, વાઘણપોળમાં અને કાળસાંગની પોળમાં ચિંતા મણું પાર્શ્વનાથ બિરાજમાન છે.
ફતાસાની પળે રીચીડના રસ્તે પ્રખ્યાત મહાવીર સ્વામીનું દેરાસર શેભી રહ્યું છે.
ડોસીવાડાની પોળમાં મંદીરસ્વામી, ભાભા પાર્શ્વનાથ, ત્યાંથી આગળ બારીયેથી ઉતરતાં જગવલ્લભ પાર્શ્વનાથનું દેરાસર કે જેમની મૂર્તિ ભેંયરામાં છે. આ દેવર પણુ યરામાં છે, ઉપર સહસ્ત્રફણા અને ધર્મનાથજી છે. બહાર શાંતિનાથજીનું શિખરબંધી દેરાસર છે.
મુલવા પાર્શ્વનાથની ખડકીમાં મુલવા પાર્શ્વનાથજીનું દેરાસર છે. તી. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com