________________
૨૬
જૈન શશિકાન્ત. પ્રકને સાંભળી મને અતિશય આનંદ થયો છે. સમ્યકત્વનું સ્વરૂપ દરેક શ્રાવકે જાણવું જોઈએ. જ્યાંસુધી સમકિતનું સ્વરૂપ યથાર્થ રીતે જણવામાં આવે નહિ, ત્યાંસુધી શ્રાવક ખરેખ જન કહેવાતું નથી. એટલું જ નહીં, પણ ત્યાં સુધી તેની શ્રદ્ધા ધર્મ ઉપર દઢ થતી નથી. હે શિષ્ય, જે જીવને સમ્યકત્ત્વની પ્રાપ્તિ થઈ ન હોય, તે જીવની સ્થિતિ જુદા જ પ્રકારની હોય છે. આ સંસાર દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી–એ ચાર ગતિમાં ભ્રમણ કસ્વા રૂપ છે. જેમ કેઈ ભયંકર જગલ હેય, તે એ સંસાર ભયંકર છે. જેમ જંગલમાં ફરવા નીકળેલા માણસને અનેક પ્રકારના ભય લાગે છે, તેમ એ સંસારરૂપ જંગલમાં ફરતા પ્રાણીને અનેક પ્રકારના ભય લાગે છે. તેવા સંસાર માં રહેલા જીવ મેહનીય વગેરે આઠ કમની ઉત્કૃષ્ટ સ્થિતિની વેદનાને પરવશ થઈ ભમ્યા કરે છે. જ્યાં સુધી તે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ન હોય, ત્યાં સુધી તેની મૂળ સ્થિતિ ઘણીજ ખરાબ હોય છે. તે જીવને નિગદમાં રહેવું પડે છે. અનાદિ નિગદમાં રહેલા એ જ ના શરીર અંગુલને અસંખ્યાતમે ભાગે હોય છે. તેમનું આયુષ્ય ઘણુંજ ટુંકું હોય છે. એક નિરોગી માણસ એક શ્વાસ લે, તેટલામાં તેમને સાડા સત્તર ભવ થઈ જાય છે. આવા તુચ્છ છ અનાદિ નિગોદમાં જન્મ મરણ કરતા રહે છે.
યતિ શિવે પ્રશ્ન કર્યો–મહારાજ, એવા નિગોદમાં રહેલે જીવ મનુષ્યના ભવ સુધી શી રીતે આવી શકે? અને શી રીતે સમકિત પ્રાપ્ત કરી શકે?
ગુરૂ-શિષ્ય, સાંભળ, તે વાત ઘણી ઝીણું છે. નિગદ અવસ્થામાંથી જીવ શી રીતે માનુષી સ્થિતિમાં આવે છે? તે વાત ઘણુંજ મનન કરવા જેવી છે. જેમ અક્ષર ગુણતાં ગુણતાં કોઈ વખતે અચાનક કોઈ નિયમસિદ્ધ થઈ જાય છે. અને જેમ ભમરો લાકડાને કેતરતો હોય, તેમાં અચાનક અક્ષર થઈ જાય છે, તેમ નિમૅદાવસ્થામાં રહેલા જીવ નિયત કારણો પરિપાક થવાથી લઘુકમી થાય છે. એટલે તે સૂકમ નિગદમાંથી નીકળીને બાદર નિગોદમાં આવી જાય છે. ત્યાં તેને આયુષ્યની સ્થિતિ વગેરે વૃદ્ધિ પામે છે. એટલે તે બીજા જીવોને દષ્ટિગોચર આવી શકે છે. તે બાદર શરીરમાં સ્વકાય તથા પરકાય શસ્ત્રથી છેદન ભેદનને વેગ થતાં, જે તેને અકામ નિર્જર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com