________________
લખ્યું ને સૌતીએ “મહાભારત' લખ્યું. પરંતુ આમ છતાં મૂળ પટકથા તો વ્યાસ-મુનિની છે એટલે સમગ્ર મહાભારતના રચયિતા તરીકે વ્યાસને ગણવામાં આવ્યા છે.
જાણવા મુજબ વ્યાસ-મુનિને ધૃતરાષ્ટ્રના મરણ બાદ આ કથાનિર્માણ કરતાં ત્રણ વર્ષ લાગ્યા હતા.
એક ખૂબ જ વિચિત્ર લાગે તેવી વાત એ છે કે આ વ્યાસ-મુનિ જ કૌરવો અને પાંડવોના પિતામહ છે.
પિતામહ વ્યાસ આ વિષયમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજા શાન્તનુને ગંગા અને સત્યવતી નામની બે પત્નીઓ હતી. તેમાં ગંગાથી ભીષ્મ થયા અને સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય થયા. આ સત્યવતીથી ઋષિસંબંધ દ્વારા વ્યાસ(લેખક)નો જન્મ થયો હતો. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય બંને રાજકુમારો અપુત્રીઆ મરણ પામ્યા.
વિચિત્રવીર્યને અમ્બિકા અને અમ્બાલિકા નામની બે રાણીઓ હતી. હવે તેમને સંતાન-પ્રાપ્તિ કરાવવી જરૂરી લાગી એટલે ભીખ પોતે બ્રહ્મચારી હોવાથી; તે રાણીઓના સાવ નજીકમાં-જેઠહોવા છતાં તેમણે પોતે નિયોગ દ્વારા સંતાનપ્રાપ્તિ કરવાની સાફ ના પાડી અને વ્યાસ નામના ઉપર્યુક્ત બ્રાહ્મણ દ્વારા અંબિકાથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાથી પાંડુ નામના બે સંતાનો પેદા કર્યા.
આ વ્યાસ તે જ વ્યાસ-મુનિ. આમ વ્યાસ એ કૌરવો અને પાંડવોના પિતામહ બન્યા.
અજૈન મહાભારતની કલ્પના હજી આગળ વધે છે. તે કહે છે કે ફરી એક વાર વ્યાસ તે બે રાણીઓ પાસે ગયા પણ તેમના બ્રાહ્મણત્વથી અને તેમના વેશાદિથી ડરી ગયેલી તે રાણીઓએ વ્યાસ પાસે જવાને બદલે પોતાની કોઈ દાસી મોકલી આપી. આ દાસી વડે ‘વિદુર” પ્રાપ્ત થયા.
આમ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના પિતા તરીકે વ્યાસ છે અને માતા તરીકે પહેલા બેની માતા ક્ષત્રિયાણી છે જ્યારે વિદુરની માતા દાસી છે.
આ જ કારણે વિદુરને રાજ્યાધિકાર પ્રાપ્ત થયો નથી. આવી છે વ્યાસના મહાભારતની કલ્પના.
વિચિત્રવીર્યની બે રાણીઓ-અંબિકા અને અંબાલિકા-એ પોતાના પતિ વિચિત્રવીર્ય દ્વારા સંતાન પ્રાપ્ત કર્યા નથી, તેમ કુન્તી અને માદ્રી નામની બે પત્નીઓએ પોતાના પતિ પાંડુ દ્વારા પાંચ પાંડવો પ્રાપ્ત કર્યા નથી, કેમકે પાંડુ કોઈ ઋષિથી શાપિત હતા એટલે જો તે સંસાર સેવે તો તરત મૃત્યુ પામે તેમ હતું. (અને છેવટે માદ્રી સાથે સુખ ભોગવવાની તીવ્ર વાસનાનો અમલ કરતાં જ પાંડુ મૃત્યુ પામ્યા હતા.) એટલે કુન્તી અને માદ્રીએ દેવતાઓ દ્વારા પાંચ પાંડવ-પુત્રો પ્રાપ્ત કર્યા હતા.
નિયોગની આ બધી અજૈન કલ્પના છે જેમાં ઘણી વિચિત્રતા દેખાય છે. આ વિષયનું જૈનીનિરૂપણ આગળ ઉપર જોવા મળશે, અને ત્યારે જ સમજાશે કે તે કેટલું બધું સંગત છે અને આર્યપરંપરાના ગૌરવને વધારનારું છે.
અજૈન મહાભારતને જૈન મહાભારતના કથા-વસ્તુ સાથે જોતાં ઘણી વિસંગતિઓ જોવા મળે
છે.
જૈન મહાભારત ભાગ-૧