________________
પેલી ઘોડીનું બચ્ચું સહજ રીતે થે૨કી કરતું થઈ જાય છે !
સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવની મીનળદેવી સાથેના સંબંધ વખતની મનોદશાનું જ એ પરિણામ નહિ હોય કે સિદ્ધરાજ જેવો રાજવી કામાત્તે નીકળ્યો ?
રેસ માટેના ઘોડાની પસંદગી કરતા સોદાગરો તેની સાતમી પેઢી સુધીની પેઢીઓનો પણ ‘રિપોર્ટ’ લેતા હોય છે !
માતાપિતાઓ ! સાવધાન.
તમારા સંતાનોને તમારા કરજ વગેરે દુઃખો આપી ન જશો. એથી પણ વધુ ગંભીર સૂચન એ છે કે ખાનપાન વગેરેમાં બેફામ બનીને રોગિષ્ઠ બનવા દ્વારા તે દર્દી અને કામ-ક્રોધાદિ દોષો તો તેમને વારસામાં ન જ આપી જતા. આ કેવું વડીલપણું કે જે પોતાના પ્રિય સંતાનોને દુઃખો, દર્દો અને કાતીલ દોષો વારસામાં આપી જતું હોય ! આ ખાતર પણ તમારે સહુએ વ્યવસ્થિત જીવન જીવવું રહ્યું.
માબાપોની ભૂલનો ભોગ બાળકો કેવા બને છે એ વાત ધૃતરાષ્ટ્ર અને પાંડુના અંધત્વ અને રોગિત્વ ઉપ૨થી સમજાઈ શકશે.
આથી જ પતિ સાથેની મામૂલી પ્રેમાળ રમત કરતી પત્નીએ એ રમત પોતાનું બાળક જોઈ ગયું છે એવી ખબર પડી જતાં જીભ કચરીને આપઘાત કર્યો હતો. આ સ્ત્રી હતી ચાંપરાજવાળા બહારવટિયાની માતા !
આજે ફૂંકાયેલા પરદેશી પવનના ઝપાટામાં કઈ કન્યાઓ, કયા યુવાનો કે કયા માબાપો નહિ આવ્યા હોય તે મોટો સવાલ થઈ પડ્યો છે. ગર્ભપાત, ગર્ભનિરોધક ગોળીઓ વગેરેનો ઉપયોગ તો ખૂબ સામાન્ય થઈ પડ્યો છે.
વસતિનિયંત્રણ બ્રહ્મચર્યથી જ
પૂર્વે તો સહજ રીતે વધુમાં વધુ સમય બ્રહ્મચર્ય પળાતું હતું એટલે વસતિવધારાનો કોઈ સવાલ જ પેદા થતો ન હતો. આજે પરિસ્થિતિ સાવ ઊલટી થઈ ચૂકી છે. સિનેમા, સહશિક્ષણ, જાતીય સાહિત્યનો ધૂમ પ્રચાર, મુક્તજીવન, સ્વચ્છંદતા, લગ્નની વધતી જતી વયમર્યાદા, ઉદ્ભટ વેષ વગેરેના કારણે બાર વર્ષની કન્યાઓના પણ રોમેરોમ વિકારોથી સળગવા લાગ્યા છે. ચૌદ વર્ષના કિશોરો પાસે ‘સંસાર’નું નખશિખ સ્વરૂપ આવી ગયું હોય છે.
કાચી વય, અપરિપક્વ માનસ, ભડકેલું મન, કુતૂહલ અને અનુકૂળતા, માબાપોની સંપૂર્ણ બેદરકારી વગેરેએ ઊગતી વયના બાળકોના જીવન અકાળે મૂરઝાવી નાંખ્યા છે, યુવાન વયના સ્ત્રીપુરુષોના અંતર વિકારોથી સળગાવી દીધા છે. આમાંથી કેવી પાકશે ભાવી પેઢી ? તેનું કલ્પી જ ન શકાય તેટલું આઘાતજનક ચિત્ર છે.
પાંડુનો રાજ્યાભિષેક
વિચિત્રવીર્યનું મૃત્યુ થતાં ત્રણ પુત્રોમાં જ્યેષ્ઠ ધૃતરાષ્ટ્રનો રાજા તરીકે અભિષેક કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો, પરંતુ જન્મથી અંધ ધૃતરાષ્ટ્રે પોતાની શારીરિક ખામીનો સ્વીકાર કરીને વચલા ભાઈ પાંડુને ‘રાજ કરવાને બધી રીતે યોગ્ય છે' એમ જણાવીને રાજા કરવાનો આગ્રહ જારી રાખતાં ભીષ્મે પાંડુનો રાજ્યાભિષેક કર્યો.
ત્રણેય રાજકુમારોને શસ્ત્રવિદ્યા આદિમાં ભીષ્મે નિષ્ણાત કર્યા. તેઓ યૌવન પામ્યા. ધૃતરાષ્ટ્રનું લગ્ન ગંધારદેશાધિપતિ સુબલરાજની ગાંધારી વગેરે આઠ કન્યાઓ સાથે થયું.
જૈન મહાભારત ભાગ-૧