Book Title: Jain Mahabharat Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 189
________________ 'બઝવધ અને દ્વૈતવને પ્રયાણ - હવે પાંડવોએ બ્રાહ્મણનો વેષ લઈને એકચક્રી નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં દેવશર્મા નામના ગરીબ બ્રાહ્મણે તેમને અતિથિસત્કારરૂપે ઘરે રાખ્યા. કુન્તીને અને બ્રાહ્મણ-પત્નીને ભારે જબરી મૈત્રી થઈ ગઈ. બકનો વધ કરતો ભીમ તે નગરીમાં બક નામના રાક્ષસનો ભારે ત્રાસ હતો. તેમાંથી મુક્ત થવા માટે ગામલોકોએ તેની માંગણી મુજબ રોજ એક માણસનો ભક્ષ આપવાનું કબૂલ કર્યું હતું. એક દિવસ દેવશર્માના ઘરનો વારો આવ્યો. દેવશર્માની પત્ની કરુણ કલ્પાન્ત કરવા લાગી. ઘરનો દરેક સ્વજન પોતે જ મરવા જવાની વાત કરીને બીજાઓની રક્ષા કરવાનો આગ્રહી હતો. આ ધમાલની પાંડવોને જાણ થઈ. ભીમે બક રાક્ષસને મારવાનું બીડું ઝડપ્યું અને તે દિવસના વારામાં તે બક રાક્ષસની પાસે ગયો. બે વચ્ચે ભયંકર તુમુલ યુદ્ધ થયું. અંતે ભીમે બક રાક્ષસને મારી નાંખ્યો. દ્વૈતવનમાં પ્રવેશ આથી સમસ્ત એકચક્રી નગરીના પ્રજાજનોમાં આનંદ આનંદ વ્યાપી ગયો. પાંડવોને મોટી ધૂમધામપૂર્વક નગરીમાં ફેરવીને રાજા પોતાને મહેલ લઈ ગયો. વાતચીત દરમ્યાન રાજા અને પ્રજાજનોને ખ્યાલ આવી ગયો કે આ તે વીર પાંડવો સિવાય બીજું કોઈ નથી. આથી સહુ સવિશેષ આનંદમાં આવી ગયા. ઘણાં દિવસો સુધી રાજાની મહેમાનગીરી માણ્યા બાદ યુધિષ્ઠિરને વિચાર આવ્યો કે, “બકરાક્ષસના વધના સમાચાર જ્યારે પણ દુર્યોધનને મળશે ત્યારે તે વિચાર કરશે કે પાંડવોએ જ આ રાક્ષસ-વધ કર્યો હોવો જોઈએ ! આથી તે અમને હેરાન કરવાના કીમિયા શોધશે. આમ થાય તે પહેલાં અહીંથી ચાલ્યા જવું એ જ હિતાવહ છે. લોકો પણ અમને પાંડવ તરીકે જાણી તો ગયા જ છે.” અને... સહુ રાતોરાત રાજાના મહેલમાંથી વિદાય થઈ ગયા. પુનઃપ્રયાણ શરૂ થયું. હિડિંબાએ ભીમને આપેલી ચાક્ષુષીવિદ્યા ખૂબ ઉપયોગી બની રહી હતી. ભીમ અનેક રૂપે આગળ વધતો હતો. જરૂર પડે ત્યારે નોકર, જરૂર પડે ત્યારે રસોઈયો અને જરૂર પડે તો સહુનો મિત્ર પણ બની જતો હતો. એક દિવસ તેઓ વૈતવનમાં પ્રવેશ્યા. વનના જે વિભાગમાં ફળ, ફૂલ વગેરેથી લચી પડેલાં ઘણાં વૃક્ષો હતા તેની ઝાડીમાં તેઓએ જગા સાફ કરીને કુટિર બનાવીને નિવાસ કર્યો. કોકના પુણ્ય સુખ અને શાન્તિ પોતાના પુત્રને કોઈ મોટી આપત્તિ ન આવી જાય તે માટે માતા કુન્તીએ પરમેષ્ઠી-મત્રનો જાપ શરૂ કર્યો. દિવસે દિવસે તે વધુ ને વધુ લીન થતી ગઈ. ઘણી વાર કલાકો સુધી કુન્તી એક જ પલાંઠીએ જાપ કરતી અને તેમાં તલ્લીન થઈને આખું જગત ભૂલી જતી. સંભવ છે કે કુન્તીનો આ ધર્મ જ સહુને રક્ષતો હોય. ઘરમાં એકાદ પણ પુણ્યાત્મા આવી જાય, પછી તે પુત્રવધૂ હોય કે જન્મ પામેલી નાની બાળકી જૈન મહાભારત ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192