________________
આ કારણે મારે અહીં આવવાનું થયું છે.
ભીમ-અર્જુનથી ધ્રૂજતો દુર્યોધના દૂતની સઘળી વાત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે દૂતને પૂછ્યું, “રાજનો કારભાર કેવો ચાલે છે? દુર્યોધન પ્રજાજનોનું સારી રીતે લાલનપાલન કરે છે ખરો ? પિતામહ, પિતાજી વગેરેની સેવા કેવી કરે છે ?”
પ્રિયંવદને કહ્યું, “આ બધી બાબતમાં દુર્યોધને કમાલ કરી છે. વડીલોની તે એવી સેવા કરે છે કે તેણે બધાયના દિલ જીતી લીધા છે. પ્રજાના લાલનપાલનની તો શી વાત કરું? ટૂંકમાં હું એટલું જ કહીશ કે દુર્યોધનની અદ્ભુત પ્રજાપાલકતાના કારણે પ્રજાજનો આપને પણ વીસરી જવા લાગ્યા
પણ એક વાત કરી દઉં કે બહારથી દુર્યોધન ગમે તેટલો વટ મારતો હોય પણ ભીતરમાં તે ખૂબ જ ભયભીત હોય તેમ લાગે છે. રાજસભામાં જ્યારે ક્યારે પણ કોઈ પ્રસંગે ભીમ કે અર્જુનનું નામ નીકળી જાય છે ત્યારે તેનું મોં એકદમ ઉદાસ થઈ જાય છે, તેના પગ ધ્રૂજવા લાગી જાય છે. રાતે પણ ક્યારેક સ્વપ્નાવસ્થામાં ચીસ પાડીને બોલે છે : “એ... ઓલો... ભીમ આવ્યો !'
એ વખતે ભાનુમતી રાણી તેને આશ્વાસન આપીને પુનઃ ઊંઘાડી દે છે. એટલે મને ચોક્કસ લાગે છે કે દુર્યોધન ખૂબ ભયભીત અવસ્થામાં દિવસો પસાર કરી રહ્યો છે.
નિઃસ્પૃહ અને સત્ત્વશાળીઓથી સહુ ડરે અજૈન લોકોના શાસ્ત્રોમાં કહ્યું છે કે પોતાનું સિંહાસન કોઈ તપસ્વી સર કરી બેસશે તે ભયથી ઇન્દ્ર ધ્રૂજતો હોય છે. એ તપસ્વીના તપનું પતન કરી દેવા માટે તે અપ્સરાઓને તેમની પાસે મોકલતો હોય છે.
જયારે સુદર્શનને રાણી અભયા ઉપર બળાત્કાર ગુજાર્યાના આક્ષેપને લીધે વધસ્તંભ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે નગરનો રાજા ભયથી કાંપતો હતો. તેને લાગતું હતું કે તેની વિરુદ્ધમાં આખી પ્રજા વીફરી જશે. આથી જ પ્રજાને શાન્ત રાખવા માટે રાજા તરફથી વારંવાર જાહેરાત થતી હતી કે, “શેઠ સુદર્શનમાં બળાત્કારનું પાપ કદી સંભવી શકતું નથી, પરંતુ તેમને પૂછવા છતાં તે મૌન જ રહે છે એટલે નાછૂટકે રાજાને સજા કરવી પડી છે.”
સીતાજીના દિવ્ય-તેજથી લંકાનો રાજા રાવણ ધ્રૂજતો હતો. અપહરણ કરીને તેને લંકામાં લાવી દીધી પણ બલાત્કાર કરવા માટે તેની નજીક ફરકી શકતો ન હતો. - ટોલ્સ્ટોયની ભારે લોકપ્રિયતાને લીધે રશિયન રાજા ઝાર તેનાથી ગભરાતો હતો. ટોલ્સ્ટોય ઝારશાહીના અત્યાચારો વિરુદ્ધમાં સખત ઝાટકણી કાઢતા હતા. છતાં એવા બીજાઓને મોતને ઘાટ ઉતારી દેતો રાજા તેમનો વાળ પણ વાંકો કરી શકતો ન હતો.
જયપ્રકાશ નારાયણ જેવા નિઃશસ્ત્રથી લાખોનું સશસ્ત્ર સૈન્ય ધરાવતાં ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગભરાઈ ગયા હતા. અને જયપ્રકાશ જેવા શસ્ત્રહીન આદમીને જેલમાં પૂરવાની ફરજ પડી હતી.
વિશિષ્ટ કોટિના પ્રભુભક્તોથી રાજાઓ ડરતા હતા એવું ભારતના ઇતિહાસની તવારીખ બોલે
હસ્તિનાપુરનો રાજાધિરાજ દુર્યોધન વનના વૃક્ષોના છાલિયાના કપડાં બનાવીને પહેરનાર, ધરતીના સૂનાર, ફળ-ફૂલોથી પેટ ભરનાર, નિઃશસ્ત્ર પાંડવોથી રાત ને દિ’ બીતો હતો.
જૈન મહાભારત ભાગ-૧