________________ પાંડવોને ચેતવતો પ્રિયંવદન પ્રિયંવદને કહ્યું, “હવે હું સૌથી મહત્ત્વની વાત કરું છું તે સાંભળો. તમે બધા જીવિત છો એવી જાણકારીથી ગભરાઈ ગયેલ દુર્યોધનની મદદે શકુનિ આવ્યો છે. તેણે તેને જોરદાર આશ્વાસન આપવા પૂર્વક તમને ફસાવવાનો એક લૂહ રચી આપ્યો છે. શકુનિએ દુર્યોધનને કહ્યું છે કે તમે મોટી સેના સાથે દ્વૈતવનમાં ગોકુળો જોવાના બહાને જાઓ. ત્યાં તમને જોઈને જ ક્રોધે ભરાઈને ભીમ, અર્જુન લડવા આવશે. તમે તમારા વિરાટ સૈન્યના બળે તે બે ય ને ખતમ કરી નાંખજો. આ બે ના મોત પછી યુધિષ્ઠિર વગેરે જીવતા મૂઆ બરોબર છે. દુર્યોધને શકુનિની સલાહને માન્ય કરી છે અને ટૂંકા સમયમાં તેની યોજના અમલમાં મૂકશે. કાકા વિદુરે ખાસ તો વાત પહોંચાડવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. હવે તમે સહુ સાવધાન થઈને રહેજો.” આટલું કહીને પ્રિયંવદન વિદાય થયો. પ્રથમ ભાગ સંપૂર્ણ જૈન મહાભારત ભાગ-૧