________________
કરી નાંખવાની મેલી મુરાદ નથી પડી શું ?
ના, આ અતિ ઘોર હિંસાનું પાપ નહિ છોડે. તેના પ્રેરક ભેદી માણસો (ગોરાઓ ! પરદેશીઓ !)નો તે પહેલો ભાગ લેશે; તેમનો સર્વનાશ કરશે, ભારતના મહાનાશ... આ તો મારું કાલ્પનિક ગણિત છે, માત્ર અનુમાન છે.
શું જૈનો જાગશે ખરા ? જૈનો ! જાગો.' કહીને વિનોબાએ એક પુસ્તકમાં સિંહગર્જના કરી છે.
ચીનમાં બે પક્ષના માણસોની લડાઈમાં જે પક્ષ હારી જાય છે તેના તમામ માણસોને જીવતાં કાપી નાંખીને, તેમના કાચા માંસ ઉપર ગોળ ચોપડીને વિજેતા પક્ષ આખા ગામને આમન્ત્રીને આ ‘મિષ્ટાન્ન'ની મિજબાની ઉડાવે છે.
આવા દૃષ્ટાન્તો આપીને વિનોબાએ હૈયાની વેદનાને વાચા આપીને જણાવ્યું છે કે, “મને લાગે છે કે વિશ્વમાં ચાલતા હિંસાના નગ્ન તાંડવને જો કોઈ નાથશે તો તે માત્ર જૈનો ! તેમના નેતાઓ ! સાધુ-સંતો ! નહિ તો કોઈ નહિ.” શું જૈનો જાગશે ખરા?
મુનિએ ભાખેલી ભવિષ્યવાણી હિડિંબા જેવી રાક્ષસીનો માંસાહાર-ત્યાગ અને નિરપરાધી જીવોની હિંસાના ત્યાગસ્વરૂપ જીવનપરિવર્તન લાવી મૂકનાર એક સદ્ગુરુનો સમાગમ હતો.
સત્સંગની તો કાંઈ વાત જ ન્યારી છે. ધર્મમાર્ગનું પ્રવેશદ્વાર સત્સંગ જ છે. જેણે સુંદર જીવન જીવવું હોય તેણે સત્સંગ-સંત પુરુષોનો સંગ, તેમના પુસ્તકોનો સંગ-અવશ્ય કરવો જોઈએ.
કુન્તીએ તે જ્ઞાની મુનિને ભાવિ પૂછ્યું. તેમણે કહ્યું કે, “કેટલાક સમય બાદ તમે આપત્તિમુક્ત થશો. યુધિષ્ઠિર ઘણો મોટો ધર્મપ્રભાવક રાજા થશે. છેવટે તમારા પાંચેય પાંડવો મોક્ષ પામશે.” - ત્યારબાદ મુનિએ વિહાર કર્યો. યુધિષ્ઠિરે હિડિંબા સગર્ભા હોવાથી ગર્ભના લાલનપાલન માટે અને ભાઈની સંપત્તિની રક્ષા કાજે ઘરે જવાનું કહ્યું. તેને કહ્યું કે, “અમે તને યાદ કરીએ ત્યારે તું આવી જજે.”
સહુને પ્રણામ કરીને હિડિંબા ઘરે ગઈ. ઘરમાં રહીને તે જિનભક્તિમાં લીન બનીને દિવસો પસાર કરવા લાગી.
હિડિંબા રાક્ષસી હોવા છતાં સર્જનો-સંતોના સંગે તેનું અદ્ભુત જીવન-પરિવર્તન થયું. સાસુ વગેરેની અનુપમ સેવાથી તેણે સહુના દિલ જીતી લીધા.
આર્યદેશની પ્રજાનું કૌટુમ્બિક જીવન સુખભરપૂર હતું તેનું કારણ ઘરની “નારી હતી. નારી સહુને સ્નેહ દેતી તેનું મૂળ કારણ “રસોડું હતું. તે સહુને-પતિ, સાસુ, સસરા, બાળકોને-મનભાવતાં ભોજન ભારે પ્રેમથી બનાવીને એવા જમાડતી કે સહુના સ્નેહનું તે પાત્ર બની જતી. આવો સ્નેહ હોવાથી સ્વાર્થની ગંધનું તો સ્વપ્ન પણ કોઈને ન આવતું. નારીનો સ્નેહ પામતાં પતિનો થાક ઊતરી જતો, બાળકોનું જીવન-ગુલાબ અત્યન્ત વિકસિત બની જતું, સાસુ-સસરાના આશીર્વાદ ચોવીસ કલાક વરસતા. આખું ઘર આનંદથી ભર્યું ભર્યું રહેતું.
કાશ ! હવે “રસોડું જવા બેઠું છે એટલે “નારી’ પણ જશે, તેનો સ્નેહ જશે, સહુના શીલ જશે, આશિષ પણ જશે. ઊભરાશે સર્વત્ર સ્વાર્થ અને દગાની મારામારીઓ ! ક્યારે પાછું આવશે તે રસોડું
જૈન મહાભારત ભાગ-૧