________________
મંદિરોના નિર્માણ થાય છે.
શું જૈન કે શું અજૈન? અરે ! ક્રોસ દ્વારા કરોડો ઈસાઈઓ અને મસ્જિદના પથ્થર દ્વારા કરોડો મુસ્લિમો પણ પ્રતિમાનું પૂજન કરે જ છે.
દેવચન્દ્રજી મહારાજે સાચું જ કહ્યું છે કે, “હે પ્રભુ ! હું વિરહકાયર છું. તારી પ્રતિમા સામે બેસીને તને ગાયા વિના મને કોઈ રીતે શાંતિ મળે તેમ નથી.”
સમગ્ર જગત ઉપર જેનો ઉપકાર છાઈ ગયો છે એવા પરમાત્માની પાછળ કોઈ પોતાનું વિપુલ ધન કે જીવન-સર્વસ્વ પણ કુરબાન કરે તો તેમાં નવાઈ શી છે ?
દયા કરતાં ચડિયાતી કૃતજ્ઞતા ગરીબ તે ગરીબ છે. પિતા તે પિતા છે. ભગવાન તે ભગવાન છે. બે વચ્ચે આભગાભનું અંતર છે. એક ઉપર ઉપકાર કરવાનો છે, બીજાનો ઉપકાર થઈ ચૂક્યો છે. એક સાથે દયા-ભાવથી સંબંધ જોડાયેલો છે, બીજા સાથે કૃતજ્ઞતાભાવથી સંબંધ જોડાયેલો છે.
દયા કરતાં કૃતજ્ઞતા બેશક ચડિયાતી છે. ગરીબને દસ પૈસા અપાય તો બાપાને દસ હજાર રૂપિયા પણ દીકરો આપે. બે માં સમાનતા છે જ નહિ, હતી પણ નહિ અને જોવાય પણ નહિ.
ભગવાન એ બાપાના પણ બાપા છે, બાની પણ બા છે. એના પ્રત્યે ટોચકક્ષાનો અભાવ હોય, એના અંગે મોટો ધનત્યાગ હોય તો તેમાં નવાઈ પામવા જેવું કશું નથી.
આથી જ જુવાનવયમાં જ મરણપથારીએ સૂતેલા ગૂર્જરેશ્વર કુમારપાળના સુપુત્ર નૃપસિંહની આંખે આંસુ આવી ગયા હતા. તે વખતે ત્યાં જ બિરાજમાન કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજાએ આંસુનું કારણ પૂછતાં નૃપસિંહે કહ્યું, “મારા પિતા કેવા કૃપણ કે તેમણે મંદિરો ઘણાં બનાવ્યા પણ બધા પાષાણના ! મારી એવી ભાવના હતી કે મોટો થઈને હું જે મંદિરો બનાવીશ તે બધા સોનાની દીવાલોના જ બનાવીશ. પણ ગુરુદેવ ! મોત નજીક આવી ગયું છે એટલે મારી ભાવના મારા મનમાં રહી ગઈ તે બદલ મારી આંખમાં આંસુ આવી ગયા.”
આ સાંભળીને સૂરિજીની આંખે પણ ઝળઝળિયાં આવી ગયા.
એકલવ્યની “સવાયા અર્જુન તરીકેની સિદ્ધિના મૂળમાં એકલવ્યને ગુરુ પ્રત્યેનો ભારે મોટો બહુમાનભાવ હતો. પરન્તુ એ ભાવ લાવવામાં દ્રોણાચાર્યની પ્રતિમાનું આલંબને જ કામ કરી ગયું હતું.
એકવાર એકલવ્ય દ્રોણાચાર્યની પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો પરંતુ તે જાતનો ભીલ હોઈને તેની તે વિદ્યા શીખવાની તેનામાં પાત્રતા ન હતી. માટે દ્રોણાચાર્યે તેને વિદ્યાભ્યાસ કરાવવાનો નિષેધ કર્યો હતો. આ પછી એકલવ્યે તેમને ગુરુ તરીકે હૈયે સ્થાપીને, તેમની પ્રતિમા બનાવીને વિદ્યાભ્યાસમાં પરાકાષ્ટા પ્રાપ્ત કરી હતી.
પાત્રતાનો વિચાર : સર્વત્ર પ્રધાન કેટલાકને આ ઘટનામાં દ્રોણાચાર્યનો હળાહળ અન્યાય દેખાય છે, પણ વસ્તુસ્થિતિ તેવી નથી.
જેની જે લાયકાત હોય તે પ્રમાણે જ તેને તે વસ્તુ આપી શકાય. આ જ જાય છે. એથી વિરુદ્ધ બધાને બધું આપવાના નારા લગાવતો સમાનતાનો વિચાર એ જ હળાહળ અન્યાય છે.
જેમના પગ સીધા છે તેમને તેવા જ બૂટ અપાય, પણ જેમના પગ વાંકા છે તેમને તો તેમના માપના વાંકા બૂટ જ આપવા પડે. એમાં કોઈ અસમાનતા જુએ તો તે મૂર્ખશેખર કહેવાય.
જેની જેટલી રોટલી ખાવાની ગુંજાઈશ તેટલી જ રોટલી તેને આપવી તે જ જાય.
જૈન મહાભારત ભાગ-૧