________________
વર્ષની વયે જીવનભર માટે દૂધ, દહીં, ઘી, ગળપણ વગેરે છ વસ્તુઓનો સપૂચો ત્યાગ કરી દીધો હતો.
ગુરુની આજ્ઞાને પાળવા માટે રામચન્દ્રસૂરિજીએ ધગધગતી લોખંડની પાટ ઉપર સૂઈ જઈને મોતને વધાવી લીધું હતું.
શાસ્ત્રાજ્ઞાઓ અને ગુર્વાજ્ઞાઓ તો પ્રાણના સાટે પણ પાળવી જોઈએ. એમાં ગુમાવવાનું ખૂબ થોડું છે, કમાવાનું પુષ્કળ વધુ છે.
અર્જુન પ્રત્યે દ્રોણનો પ્રેમ ઘર તરફ પાછા ફરતી વખતે રસ્તામાં અર્જુને દ્રોણાચાર્યને સવાલ કર્યો કે આવા મહાન ગુરુભક્ત તરફ આપનો વર્તાવ આવો-અનિચ્છનીય કક્ષાનો –શા માટે ?
દ્રોણાચાર્યે કહ્યું, “તારી ખાતર. તને અજોડ બાણાવળી બનાવવાના મારા સંકલ્પની રક્ષા કરવા
કાજે."
દ્રોણાચાર્યે અર્જુનને પોતાના જવાબનો સ્થૂલ પૂર્વાર્ધ જ કહ્યો લાગે છે, પરંતુ સૂક્ષ્મ ઉત્તરાર્ધસાંસ્કૃતિક વ્યવસ્થાનો-કહ્યો જણાતો નથી. જો કે આપણે પણ ઉત્તરાર્ધનું અનુમાન જ કર્યું છે, કેમકે તેવું પણ કારણ સંભવી શકે છે. અસ્તુ.
ગુરુનો આ ઉત્તર સાંભળીને અર્જુન સજજડ થઈ ગયો. પોતાની ઉપર ગુરુની કેટલી કૃપા છે તેનું આજે જ તેને ખરું ભાન થયું. તેને લાગ્યું કે આવા વાત્સલ્યવિભોર ગુરુદેવ માટે તો હું મારા પ્રાણ આપી દઉં તો ય ઓછું કહેવાય. અહો ! મારા વિકાસ માટે એમની કેટલી કાળજી ! અર્જુનમાં પડેલો કૃતજ્ઞતાભાવ એકદમ ખીલી ઊઠ્યો.
નિયતિની વિચિત્રતા અહા ! વિધિની એ જ વક્રતા કહેવી કે શું કહેવું? આ જ અર્જુનને દ્રોણાચાર્યની સામે લડવું પડ્યું. એમના શિરચ્છેદ માટે બધા જ પ્રયત્નો કરવા પડ્યા.
આથી જ મહાભારતની કથા કરુણાભરપૂર બની જાય છે, વિષાદજનક બની જાય છે.
આ નિયતિ નથી તો બીજું શું છે? કે જે મહાભારતના પાત્રોને જ્યાં જવાની તેમની બિલકુલ ઈચ્છા નથી ત્યાં ઢસડીને લઈ જાય છે, તે તે કામો કરવાની ફરજ પાડે છે !
જૈન મહાભારત ભાગ-૧