________________
મંત્રવિદ્યાના જાણકારોને એવી તો કોઈ કલ્પના પણ નહોતી કે આ ગોરાઓ કૂડ-કપટથી ભરેલા છે, આજે તેમનો મોતનો દિવસ છે વગેરે.. એટલે ખૂબ ખુશખુશાલ બનીને સહુ નદીતટે આવી ગયા.
સહેલાણીઓને હોડીમાં ગોઠવી દેવામાં આવ્યા. કલાક સુધી નદીના પટ ઉપર મોજ કરીને જ્યારે તેઓ પાછા ફરે છે તે જ વખતે તે હોડી ઊંધી વળી ગઈ. માશક્તિના સાધકો તમામ નદીના અગાધ જળમાં ડૂબી ગયા. થોડી જ વારમાં એમની લાશો નદીપટ ઉપર તરવા લાગી.
અસાધારણ પ્રતિભા ધરાવતી છત્રીસ વ્યક્તિઓને યોજનાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવી.
એ ગોરાઓને ઈસુએ કહેલા શબ્દો નહિ જ સંભળાતા હોય? “કોઈ તને તમાચો મારે ત્યારે તું તેને બીજો ગાલ ધરજે.” હાય ક્રૂરતા ! અગૌર અને અ-ઈસાઈ તમામનો નાશ કરવાના સંકલ્પ સાથે નાચતી ડાકણ !
ધર્મના વાઘા નીચે અધર્મ વિશ્વાસમાં લઈને જ વિશ્વાસઘાતનું પાપ થઈ શકે છે. આ ઉપરથી એમ કહી શકાય કે ધર્મના વાઘા નીચે અધર્મ વધુ સારી રીતે આચરી શકાય. જેણે ખૂબ મોટા પાપ કરવા હોય તેણે ધર્મી કે સજ્જન તરીકેનો અથવા સારા સામાજિક કાર્યકર તરીકેનો ખૂબ મોટો દેખાવ કરવો જ પડે.
અપ્રામાણિક માણસોની દુકાને પાટિયું તો એ જ જોવા મળે કે, “પ્રામાણિકતા અમારો મુદ્રાલેખ
ભેળસેળિયાઓની દુકાને પાટિયું તો એ જ લાગેલું વાંચવા મળે છે, “અહીં શુદ્ધ માલ મળે છે.” લૂંટ ચલાવનારાઓની દુકાને “ગ્રાન્ડ સેલની યોજનાના આકર્ષક પાટિયાં લગાવવા જ પડે.
નકલી માલના વેપારીઓને ધૂમ કમાણી કરવા માટે ‘નકલી માલથી સાવધાન રહેજો'- એ પાટિયું લગાડવું જ પડે.
એક ચિન્તકે સાચું કહ્યું છે કે, “નરકનો પંથ સુંવાળા ગુલાબોથી છાયેલો છે.” મને પેલા વાઘેરોની કથા અહીં યાદ આવે છે. તે અહીં રજૂ કરું છું.
ધરમની ધજા દરિયાકાંઠે એક નગર હતું. વૈભવી જીવનની મોજ માણતા ઘણા શેઠિયાઓ ત્યાં વસ્યા હતા. એમાં એક શેઠની વાત સાવ નોખી-અનોખી હતી. એમના જીવનવ્યવહારમાં ઉચિત વૈભવ જરૂર હતો પણ એની સાથે દીન-દુઃખિતોના એ હમદર્દ હતા. કોડીબંધ સદાવ્રતો એમણે ઠેર ઠેર ખુલ્લા મૂક્યા હતા. આસપાસના સો કોસમાં કોઈ દિ' કોઈ માણસ ભૂખ્યો રહી જાય એ વાત શેઠને મન આઘાતસમી હતી.
અબોલ પ્રાણીઓ માટે પણ એમણે ઘણી પાંજરાપોળો બંધાવી હતી. ગામમાં પરબોનો પણ પાર ન હતો. મંદિરોની ધજાઓ ચારેબાજુ ફરફરતી દેખાતી હતી. આ બધો ય પ્રભાવ આ શેઠનો હતો. એમનું નામ હતું; ધવલ.
એક વાર એમને વિચાર આવ્યો કે આ બધું તો મેં કર્યું, પરંતુ જેમનું સમસ્ત જીવન સાગરની ગોદમાં જ રમી રહ્યું છે એ દરિયાલાલોનું શું? સેંકડો વહાણો આવે છે અને જાય છે. નાંખુદાઓ પોતાના પરિવાર સાથે જ રહે છે અને વહાણને જ પોતાનું ઘર બનાવે છે. આ લોકોને ક્યારેક
જૈન મહાભારત ભાગ-૧