________________
અન્નની જરૂર ન પડે? ઘઉં, જુવાર, બાજરી, તેલ, મરચું એકાએક ખૂટી પડે તો ક્યાં લેવા જાય? અને... એકાએક તાવ, ઊલટી વગેરે રોગો થાય તો દવા પણ ક્યાંથી લાવે ?
આમના માટે પણ મારે કાંઈક સગવડ અવશ્ય કરવી જોઈએ. ધરતી ઉપર તો ઠીકઠીક સગવડો ઊભી કરી પણ સાગરના પટે ય મારે કાંઈક કરવું જોઈએ.
થોડા જ દિવસમાં ધવલ શેઠે સાગરના નીર ઉપર બે વહાણ તરતાં મૂકી દીધા. એકમાં અનાજ ભર્યું અને બીજામાં વિવિધ ઔષધિઓ. બે ય વહાણોની ઉપર સફેદ ધજા ફરકાવી. દૂર દૂરથી એ ધજા સહુને દેખાય અને જરૂરિયાતવાળા વહાણો એ તરફ દોડી આવે અને પોતાની જરૂરત પૂરી કરે.
ધીમે ધીમે આ સગવડ વધુ ને વધુ ઉપકારક થતી ચાલી. એ ધજાને લોકો “ધરમની ધજા” કહેવા લાગ્યો.
પરન્તુ સારું બધુંય સમસુતર ચાલે તો આ યુગને કળિયુગ શેનો કહેવાય?
એ જ દરિયામાં કેટલાક વાઘેર જાતિના લોકો ચાંચિયાગીરી કરતા. લોકોના વહાણો લૂંટી લઈને જ જીવનગુજારો કરવાની નીતિ એમને વારસામાં મળી હતી.
એક વાર વાઘેરોએ એકઠા થઈને નિર્ણય કર્યો કે આપણે ધવલ શેઠના એ બે ય વહાણ લૂંટી લેવા. આપણે વળી ધરમ શો? આપણે જો કોઈ ધરમ હોય તો આ એક જ ધરમ, લૂંટી ખાવાનો.”
મધરાતના સમયે ધવલ શેઠના બે ય વહાણો લૂંટાઈ ગયા. પેલી ધરમની ધજા પણ લૂંટાઈ. વાઘેરોએ માલસામાન વહેંચી ખાધો પણ પેલી ધજા સહિયારી રાખી. આબાદ એવી ને એવી રીતે એ ધજાને પોતાના વહાણોની મધ્યમાં ચડાવી દીધી.
હવે બિચારા ભોળા કબૂતર જેવા દરિયાલાલો, સાગરખેડૂઓ.... આ ધજા દેખીને ભૂતકાળની રીત મુજબ વાઘેરોના વહાણ પાસે પહોંચતા કે ઝટ વાઘેરો એમને ઘેરી લેતા અને લૂંટી લેતા.
ધરમની ધજાની ખ્યાતિ તો દેશવિદેશોના સાગરખેડૂઓમાં પ્રસરી હતી. સેંકડો માઈલોના સાગર-પ્રવાસમાં આ ધરમની ધજાનું એક જ એવું સ્થાન હતું. એટલે પરદેશી વહાણો પણ વાઘેરોના પ્રપંચમાં ફસાયા.
આમ ધરમની ધજાને નામે કેટલાયના નિકંદન નીકળી ગયા. જુલિયસ સીઝરના વધુમાં તેના વિશ્વાસુ બ્રુટસનો જ દગો કારણ હતો ને ?
નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “ધરતી બધાનો-સમંદરો અને મોટા દૈત પહાડોનો પણ ભાર ખમી શકે છે, પણ જ્યારે વિશ્વાસઘાતીઓ અને કૃતન લોકો વધી જાય છે ત્યારે તેમનો ભાર નહિ ખમાવાથી તે કંપી ઊઠે છે.”
ધોળા કપડાં : કાળા કામ સમાજવાદ, ગરીબી હટાવો, ધર્મનિરપેક્ષતા, લોકશાહી... આ બધા નામો પેલી ધરમની ધજાની છેલ્લામાં છેલ્લી “સ્ટોપ પ્રેસ આવૃત્તિ રૂપ નથી શું?
સમાજવાદના નામ નીચે જ મૂડીવાદનું પોષણ ! ગરીબી હટાવવાના નારા નીચે જ ગરીબોનું નિકંદન ! ધર્મનિરપેક્ષતાના નામ નીચે લઘુમતી ધર્મોનું સત્યાનાશ ! લોકશાહીના નામ નીચે ટોળાશાહી કે સામૂહિક ગુંડાશાહીનો જ વિકાસ !
કોઈ રાજાને આરોગ્ય-પ્રાપ્તિ માટે એક માણસે હંસનું લોહી રોજ એક વાટકી પીવાની સલાહ આપી. રાજાએ હંસોને મારવા માટે સરોવર ઉપર માણસોને મોકલ્યા. બે દિવસ માણસો ગયા પણ જૈન મહાભારત ભાગ-૧