________________
ધર્મમાં દાંભિકતાનું વધુ જોર એક વાર અચાનક લક્ષ્મી અને સરસ્વતી ભેગા થઈ ગયા. તેઓ કાંઈક વાતો કરે છે ત્યાં તો ચારિત્રકુમાર પણ ત્યાં આવી ચડ્યો. ત્રણેય જણાંએ ઘણી વાતો કરી.
તેમાં એક અજબની વાત કરી. લક્ષ્મીએ સરસ્વતીને સવાલ કર્યો કે, “તારું સ્થાન આ વિશ્વમાં ક્યાં આગળ હોય છે?” સરસ્વતીએ કહ્યું, “મારું સ્થાન વિદ્વાનો, પંડિતો, જ્ઞાનીઓને ત્યાં હોય છે.”
આ જ સવાલ હવે સરસ્વતીએ લક્ષ્મીને પૂછ્યો. લક્ષ્મીએ જવાબ દેતાં કહ્યું કે, “મારું સ્થાન તો ધનવાનોને ઘેર જ હોય છે.”
ત્યારબાદ બંને બેનોએ ચારિત્ર્યકુમારને પણ આ જ સવાલ કર્યો.
ચારિત્ર્યકુમારે કહ્યું કે, “આમ જુઓ તો તમારી જેમ મારું કોઈ ચોક્કસ સ્થાન તો નથી. હું તો ગમે તે સ્થાને રહી શકું છું અને તમને મળી શકું છું. પરંતુ મારી એક ખાનગી વાત તમે હંમેશ ધ્યાનમાં રાખજો કે જે લોકો ધાર્મિકતાનો આંચળો ઓઢીને આ જગતમાં ફરતા હોય છે તે લોકોને તો મારો પડછાયો પણ જોવો ગમતો હોતો નથી !” - દુર્યોધન વિશ્વાસઘાતની કેટલી ભયાનક રમત રમી ગયો? પાંડવો એમના પ્રચંડ પુણ્યથી જ ઊગરી ગયા.
વિદુર ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધનની સાથે રહીને પણ તેના કાવાદાવાના ફેંકાયેલા પાસાને કેવા નિષ્ફળ બનાવી ગયા !
જૈન મહાભારત ભાગ-૧